Viral video

લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ માટે અયોધ્યાશ્રી આવી આ ખાસ ભેટ, સોશિયલ મીડિયા શેર કર્યો વીડિયો… જુઓ

ભારત સહીત વિશ્વભરમાં શ્રી રામ આગમનનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલકાબેન પટેલના ઘરે અયોધ્યાથી એક ખાસ ભેટ આવી છે, આ ખુશ ખબર તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. આ વિડીયો જોઈને તમે પણ દિવ્યતા અનુભવશો.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, તેમના ઘરે એક કુરિયર આવે છે, આ કુરિયર ખોલ્યા બાદ અલ્પાબેન પટેલ તેમને નતમસ્તક પ્રણામ કરે છે અને ત્યારબાદ બોક્સ ખોલે છે, ત્યારે તેની અંદર શ્રી રામ ભગવાનની પ્રતિમા જોવા મળે છે તેમજ અયોધ્યા જન્મભૂમિની માટ્ટી નીકળે છે. આ વિડીયો પોસ્ટ કરતી વખતે અલ્પાબેન પટેલે એક ખાસ કેપશન લખ્યું છે.

પોતાની લાગણી વ્યક્તા કરતા કેપશનમાં લખ્યું છે કે, હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. જય રઘુનંદન જય શ્રી રામ….કણ કણમાં શ્રી રામશ્રી રામના જન્મભૂમિ અયોધ્યાથી અયોધ્યાની માટી પ્રસાદ રૂપે મારા ઘરે આવી. આ ભાવનાત્મક પહેલ માટે ટીમ કણ કણ મેં રામ @kankanmeram_officialની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર.

અલ્પાબેન પટેલના ચાહકો પણ આ ખાસ ભેટ જોઈને શ્રી રામ ભક્તિમાં લિન થઇ ગયા અને સૌ કોઈ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી અને હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. નીચે આપેલ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે, અલ્પાબેન પટેલે કઈ રીતે પોતાના ઘર આંગણે આવેલ અયોધ્યાની પવિત્ર માટીનું પૂજન અર્ચન કર્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!