Viral video

લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે આ તીર્થધામની મુલાકાતે! દર્શન કરીને કહ્યું કે, શ્રી કૃષ્ણ મળી ગયા….જુઓ વિડીયો….

ગુજરાતના અનેક લોકપ્રિય ગાયક કલાકારો વિદેશના પ્રવાસે જઈને ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલે (Alpabenpatel)શ્રી કૃષ્ણના અતિ પ્રિય ધામની મુલાકાત લીધી. શ્રી કૃષ્ણના (Shree Krishna) જીવનમાં ચાર ધામ અતિ પ્રિય છે, જેમાં ગોકુળ, વૃદાવન, મથુરા અને દ્વારકા. હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયિકા (Gujarati singer )અલ્પાબેન પટેલે ગોકુલના દર્શનાર્થે પહોંચ્યા.

સોશિયલ મીડિયા (Social media) પર તેમણે આ ગોકુલ દર્શનની ખૂબ જ દિવ્યતાથી ભરેલ એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે અલ્પાબેન પટેલે ગોકુલના દિવ્ય દર્શની લીલાઓ તેમના ચાહકોને પણ બતાવી છે. અલપાબેન પટેલે આ વીડિયોને (Video) પોસ્ટ કરતા કેપશનમાં લખ્યું છે કે, જીવનમાં એકવાર ગોકુલ જરૂર જજો…એવું લાગશે કે શ્રી કૃષ્ણ મળી ગયા. જય શ્રી કૃષ્ણ.

ગોકુલએ ભારત દેશનાં ઉત્તર પ્રદેશ (Utarpradesh) રાજ્યના મથુરા (Mathura) જિલ્લાનું પાવનકારી એક નગર છે.  આ નગરમાં શ્રી કૃષ્ણનું  બાળપણ અહીં વિત્યું હતું. ગોકુલનો સૌ પ્રથમ ઉલ્લેખ વેદોમાં થયેલો છે. વેદોમાં કહ્યું છે કે દેવલોકમાં જે મહત્વ ભગવાન વિષ્ણુનાં વૈંકુંઠનું છે તેનાંથી સહસ્ત્રગણું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણના ગોકુલનું છે.

નારદપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત અને ભક્તિનો સંબંધ સીધોજ ભગવાન કૃષ્ણ સાથે છે તેવા જીવોએ ગોકુલમાં જઈને નિવાસ કરવો જોઈએ. ખરેખર  ગોકુળની ઘરમાં આજે પણ   અસંખ્ય ગાયોની ઘૂઘરીઓ રણઝણે છે, જ્યાં અસંખ્ય ગોપ ગોપીઓની દિવ્ય અનુભૂતિ થાય છે.ગોકુલ એટલે ગૌ અર્થાત્ ગાય અને કુલ અર્થાત્ સમૂહ જ્યાં ગાયોનો સમૂહ રહે છે તે જગ્યા, ગોકુલ. શ્રી કૃષ્ણને મળવું હોય તો પહોંચી જાઓ ગોકુલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!