ગુજરાતના લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકે પોતાના લગ્ન વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે મેં તો લગ્ન કરી…..જુઓ વિડિયો
ગુજરાતની દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે એક ખૂબ જ રસપ્રદ ખુલાસો કર્યો છે. જેણે તેમના ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, બાળપણથી લઇને અનેક લોકો ફાલ્ગુની પાઠકના ગીતો સાંભળતા આવ્યા છે, તે દરેક ગુજરાતીઓ માટે આ એક આશ્ચયજનક વાત છે.
કરીશ્મા પોડકાસ્ટમાં કરિશ્માએ ફાલ્ગુની પાઠકને પૂછ્યું કે, “તમે લગ્ન શા માટે નથી કર્યા?” આ સવાલના જવાબમાં ફાલ્ગુની પાઠકે એવો જવાબ આપ્યો કે તેમના ચાહકોને આ જવાબ સાંભળીને નવાઈ લાગશે. ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “મેં તો લગ્ન કરી લીધા છે મ્યુઝિક સાથે. મારા માટેબાળપણથી મ્યુઝિક સિવાય કશું છે જ નહીં. મેં મારું ભણતર પણ માંડ -માંડ પૂરું કર્યું એ પણ એટલા માટે કે જો ભણીશું નહિ તો પેરેન્ટ્સ વઢશે!”
ફાલ્ગુની પાઠકનો આ જવાબ સાંભળીને એક વાત સ્પષ્ટ થાય છે કે, સંગીત જ તેમના માટે જીવનસાથી છે. ફાલ્ગુની પાઠકે પોતાનું સંપૂર્ણ જીવન સંગીતને સમર્પિત કરી દીધું છે. તેમના ગરબા અને ગીતો ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે.ફાલ્ગુની પાઠકનો આ ખુલાસો એ દર્શાવે છે કે, સફળતા મેળવવા માટે કોઈને કોઈની સાથે લગ્ન કરવા જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ પોતાના કામમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય તો તે પણ એક સંપૂર્ણ જીવન જીવી શકે છે.
ફાલ્ગુની પાઠકે પોતાના જીવન દ્વારા એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, સ્વપ્ન જોવા અને તેને સાકાર કરવા માટે કોઈ પણ મર્યાદા નથી. ફાલ્ગુની પાઠકના લોકપ્રિય ગીતોમાં યાદ પીયા કી આને લાગી,મૈને પાયલ હૈ છનકાયી, મેરી ચુનર ઊડ ઊડ જાયે, અયો રામા, પલ પલ તેરી, દિલ ઝુમ ઝુમ નાચે.સાંવરિયા તેરિ યાદ મે, તેરી મે પ્રેમ દિવાનીનો સમાવેશ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.