ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને મણીરાજ બારોટની દીકરી રાજલ કરી ધામધૂમથી સગાઇ, કિંજલ દવે, ગીતાબેન આપી હાજરી….
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર સ્વર્ગસ્થ મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ એ પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે અને આ શરૂઆત તેમના જીવન માટે ખૂબ જ સુખદ અને શુભદાયી છે. આપ સૌને જાણીને ખુશી થશે કે, રાજલ બારોટએ સગાઈ કરી છે અને આ ખુશીના સમાચાર તેમની સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સૌ કોઈ ચાહકોને આપ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં માત્રને માત્ર રાજલ બારોટની ચર્ચાઓ થઈ રહી છે અને સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
ગુજરાતના લોકપ્રિય ગાયકા રાજલ બારોટ ની સગાઈ ના સમાચાર સાંભળતાની સાથે જ આપ સૌના મનમાં પહેલો પ્રશ્ન એ જરૂરથી થયો હશે કે રાજલ બારોટ ની સગાઈ કોની સાથે થઈ. આપ સૌને જણાવી દઈએ છે કે રાજલ બારોટને થનાર પતિ કોઈ ગાયક કલાકાર કે તેમજ ગુજરાતી ફિલ્મના અભિનેતા નથી પરંતુ એક સામાન્ય યુવક છે અને આ વ્યક્તિનું નામ છે અલ્પેશ બંભાણિયા. રાજલ બારોટ ની સગાઈમાં ગુજરાતી કલાકારો તેમજ અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી ખાસ વાત એ છે કે રાજલ બારોટની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેમજ ગીતાબેન રબારી એ પણ ખાસ હાજરી આપી હતી. તમને સૌ કોઈને જાણીને આશ્ચર્ય થશે કે રાજલ બારોટ એ પોતાના માતા પિતાને મૃત્યુ બાદ પોતાની બહેનોની જવાબદારી માથે ઉપાડી અને તેમના લગ્ન કરાવીને તેમના જીવનને ખુશાલ બનાવ્યું અને ત્યારબાદ અંતે હવે તેમણે સગાઈ કરી છે જે ખૂબ જ ખુશીની અને પ્રેરણાદાયક વાત છે.
મણીરાજ બારોટના મૃત્યુ બાદ રાજલ બારોટ એ પોતાની ગાયકી દ્વારા પોતાના જીવનમાં સફળતા મેળવી અને પોતાના પિતાનું નામ પણ રોશન કર્યું સાત-સાથ પોતાની બહેનોની માતા-પિતા બનીને તેમના જીવનને પણ ખુશાલ બનાવ્યું અને સૌથી ખાસ વાત તો એ છે કે ભાઈ ના હોવાને કારણે તમામ બહેનો એકબીજાને રાખડી બાંધતી.
ખરેખર રાજલ બારોટ નું જીવન ખૂબ જ સંઘર્ષ ભરેલો હતો છતાં પણ તેમની પોતાના જીવનમાં સફળતા તેમજ નામના પ્રાપ્ત કરી અને આજે તેઓ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે પણ સૌ કોઈ તેમને શુભકામના પાઠવીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.