Gujarat

પોરબંદર ની યુવતી એ લંડન જવા 50 લાખ રુઆપી નકલી પાસપોર્ટ બનાવડાવ્યું પરંતુ એરપોર્ટ પર એવી રીતે પકડાઈ કે જાણી ને ચોંકી જશો

પૂરુષોની જેમ મહિલાઓ પણ ગુન્હાઓમાં વધારે સક્રિય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ રસપ્રદ અને ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પોરબંદરની યુવતી એ લંડન જવા 50 લાખ રુપિયામાં નકલી પાસપોર્ટ બનાવડાવ્યું પરંતુ એરપોર્ટ પર એવી રીતે પકડાઈ કે જાણી ને ચોંકી જશો. હાલમાં વિદેશ જવાની ઉતાવળ અનેક લોકોને જોખમમાં મૂકી રહી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ડીંગુચા કેસ સામે આવ્યો પછી ગેરકાયદે રીતે વિદેશ જતાં લોકો પર અને મોકલનારા એજન્ટો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. નકલી પાસપોર્ટ પર લંડન જવા નીકળેલી યુવતીને ઝડપી લેવામાં આવી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલી યુવતીને ઈમિગ્રેશન ઓફિસરે પકડી હતી. પાસપોર્ટ જોઈને તેમને શંકા જતાં તેમણે આધારકાર્ડ માગ્યુ હતું.

આધારકાર્ડમાં પણ ફોટો ચોંટાળેલ હતો.જે બાદ ઈમિગ્રેશન ઓફિસરે પોરબંદરની યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ દમણના સેહજાદના નામના એજન્ટને 50 લાખ રૂપિયા આપીને પાસપોર્ટ બનાવડાવ્યો હતો.એર ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઈટના પેસેન્જરોનું ઈમિગ્રેશન ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મહિલા પેસેન્જર આવ્યા.

પાસપોર્ટમાં અંજના કિરણ નામ લખેલું હતું. તેમનો પાસપોર્ટ ઈ કેટેગરીનો હતો, જે ધોરણ 10થી ઓછું ભણેલા લોકોને આપવામાં આવે છે. અંજનાના પાસપોર્ટમાં ગરબડ લાગતાં ઓફિસરે તેની પાસે આઈડીકાર્ડ માગ્યું હતું. અંજનાએ તેમને આધારકાર્ડ બતાવ્યું હતું. તેમાં ફોન્ટ નાના હતા અને ફોટો જોતા તાજેતરમાં જ લગાવ્યો હોય તેવું લાગતું હતું.અધિકારીને આધારકાર્ડ શંકાસ્પદ લાગતા તેમણે તેનો ક્યૂઆર કોડ સ્કેન કર્યો હતો પરંતુ સ્કેન નહોતો થયો. અધિકારીએ યુવતી પાસે બીજું આઈડીપ્રુફ માગ્યું ત્યારે તેણે ફોનમાં પિતાનો પોર્ટુગીઝ પાસપોર્ટ બતાવ્યો હતો.

ચેક કરતાં પાસપોર્ટ કિરણ ગુરીયાના નામે હોવાનું સામે આવ્યું હતું. કિરણ ગુરીયાએ વાત કરી હતી. તેમણે પોતે બ્રિટનમાં હોવાની માહિતી આપી હતી.અધિકારીઓએ અંજનાની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે બોગસ પાસપોર્ટ એજન્ટ સેહજાદ પાસે બનાવડાવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ કામ માટે તેણે પચાસ લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેણીએ જણાવ્યું કે, તેનું સાચું નામ અંજના બાલુભાઈ ખુટી છે. તે પોરબંદરના પાન્ડવદર ગામની રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!