પોરબંદર ની શાન છે આ મહાદેવ નુ મંદીર ! 1600 વર્ષ જુના મંદીર નો જીર્ણોદ્ધાર આ રાજા એ કર્યો હતો..
ગુજરાતમાં અનેક એવ સ્થાનો આવેલા છે, જે ખૂબ જ ચમત્કારિક અને પૌરાણિક છે. પોરબંદર ની શાન છે આ મહાદેવ નુ મંદીર ! 1600 વર્ષ જુના મંદીર નો જીર્ણોદ્ધાર એક રાજા દ્વારા કરવામાં આવ્યો. ચાલો અમે આપને આ રાજા વિશે જણાવીએ કે, આ મંદિર સાથે કંઈ પૌરાણિક કથા જોડાયેલ છે.પ્રાચીન સુદામાપુરી એટલે અર્વાચીન પોરબંદર. મોરબી રાજ્યના પારંપરિક રાજવીએ ૧૧૯૩માં પોરબંદર શોધેલું.
”પૌરવ” દેવીના નામ પરથી પોરબંદર નામ પડયું એવી લોકવાયકા છે.પોરબંદરના નોંધપાત્ર મંદિરોમાં ભૂતનાથ મહાદેવ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, રામધૂન મંદિર, જડેશ્વર મંદિર, બિલેશ્વર મહાદેવ, ચાડેશ્વર મંદિર, સુદામા મંદિર, ખીમેશ્વર મહાદેવ ઈત્યાદિનો સમાવેશ થાય છે. જેમાં શ્રધ્ધા અને સ્થાપત્યની દ્રષ્ટિએ સૌંદર્યનો સંગમ જોવા મળે છે.
પોરબંદરથી દ્વારકા તરફ દોરી જતા હાઈવે પર દરિયા કિનારે પંદર કિલોમીટર છેટે કુછડી નામના નાનકડા નસીબદાર ગામને ખીમેશ્વર મહાદેવનો લ્હાવો પ્રાપ્ત થયો છે. પુરાતત્ત્વ ખાતાના સર્વેક્ષણ મુજબ સોળસો વર્ષ જુના આ મંદિરનો ૧૮૨૩માં પોરબંદરના મહારાજા ખીમજી જેઠવાએ મહારાણી રૂપાળીબાની પ્રેરણાથી રૂપાળો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેથી જ તેનું નામ ખીમેશ્વર મહાદેવ પડયું.
પાંડવકાળનું આ મંદિર પશ્ચિમમુખી છે જે પૌરાણિક અને દુર્લભ છે. પાંડવોના દેશાટન દરમ્યાન ભીમ અને અર્જુનને રેતીના ઢગલામાંથી શિવલિંગ જડી આવેલું અને પરિવારની ઉપસ્થિતિમાં એમણે આ મંદિરની રચના કરી હતી. આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે પાંડવો અહીં થોડુંક રોકાઈને શિવ આરાધના અને પૂજા કરી વનવાસ પંથે આગળ વધેલા.
શ્રી ખીમેશ્વર મહાદેવ-કુછડી પોરબંદર ખાતેનું ગુજરાતનું એવું અદ્વિતીય મંદિર છે, ઈ.સ.ની છઠ્ઠીથી સોળમી સદીના ભિન્ન ભિન્ન કલા શૈલીના કુલ સાત મંદિરો અહીં છે. ખુલ્લામાં બાવન વીર અને ચોસઠ જોગણીના પાળિયા છે. પાંચ પાડવોની સ્મૃતિ પાળિયા સ્વરૂપે અહીં મોજૂદ છે.સૌથી નાની ગણેશ દેરી હાથી મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એક માત્ર દેરી છે.આ મંદિર અતિ પૌરાણિક મહત્વ ધરાવે છે.