મોરારી બાપુના વખાણ કરો એટલા ઓછા! હાથરસની ઘટનામાં મુત્યુ પામનાર પરિવારજનો માટે કરી આટલા લાખની સહાય જાહેર
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથસસ ખાતે યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડ થવાથી 124 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકોના દુઃખદ મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે.
આ ઘટનાના સમાચાર મળતા જ પ્રખ્યાત કથાવાચક મોરારીબાપુએ દુઃખ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી અને દરેક પરિવારને રૂપિયા 11 લાખની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે મોરારી બાપુ અનેકવાર પીડિતોના પરિવારની વ્હારે આવ્યા છે, હાલમાં જ ગુજરાતમાં અગ્નિ કાંડમાં મુત્યુ પામેલ પરિવારજનોને પણ મોરારી બાપુએ સહાયની જાહેરાત કરી હતી અને હવે ફરી એકવાર મોરારી બાપુ હાથરસના પીડિતો માટે મદદે આવ્યા છે.
પીડિતોની સહાય માટે આ સેવા તેમના લખનઉ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે અને આપણે બધાએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવી જોઈએ. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકારે પણ જરૂરી પગલાં લેવા જોઈએ. આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર દુઃખીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ આપે.