માલિકની પુત્રીને જ પ્રેમજાળ મા ફસાવી અને ગર્ભ રહી જતા કહી દીધુ કે “હુ પરણીત છુ અને ચાર બાળકો નો….
હાલ ના સમય અનેક એવા કિસ્સો ઓ સામે આવી રહ્યા છે જેમા યુવતિ અને મહિલાઓ ને પહેલા પ્રેમ જાળ મા ફાસાવવા મા આવતી હોય છે અને બાદ મા કોઈ ને કોઈ કારણસર તરછોડવામા આવતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો વેરાવળ મા પણ આવ્યો છે જેમા એક યુવતિ ને પહેલા પ્રેમસંબંધ મા ફસાવવા મા આવી અને બાદ મા ગર્ભ રહી જતા તરછોડવા મા આવી છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ વેરાવળ મા હોડી ની મજુરી કામ માટે આવેલા યુવકે હોડી ના માલીક ની પુત્રી ને જ પ્રેમજાળ મા ફસાવી હતી ત્યારે બાદ અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બંધાયો હતો જ્યારે યુવતિ ને ગર્ભ રહી જતા લગ્ન કરવાનું કહ્યુ હતુ જ્યારે યુવકે પોતે પરિણીત હોય અને પોતે ચાર બાળકો નો પિતા હોય તેવુ જણાવી યુવતિને તરછોડી હતી. જેથી પીડીતાએ કરેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ જેહવાલે કર્યો હતો.
અંગે સીટી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ માહિતી આપતા જણાવેલ કે, વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં રહેતો રાજુ જુસબ ભાડેલા એક હોડીમાં ઘણા સમયથી મજૂરી કામકાજ કરતો હતો. જેથી અવારનવાર હોડી માલીકના ઘરે જતો હતો. તે દરમ્યાન હોડી માલીકની પુત્રી સાથે ઓળખાણ થતા મિત્રતાના સંબંધની શરૂઆત કરી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.
બાદમાં એક વખત યુવકે કાકીના ઘરે કોઈ ન હોય ત્યાં લગ્ન કરવાનું કહી લઈ જઈ શરીર સબંધ બાંધેલ ત્યાર પછી આ જ સ્થળે ત્રણેક વખત અને અન્ય સ્થળોએ અનેક વખત યુવતી સાથે શરીર સબંધ બાંધી ગર્ભ રાખી દીધેલ હતો. જેથી યુવતીએ લગ્ન કરવાનુ કહેતા યુવકએ “પોતાના લગ્ન થઇ ગયેલ હોય અને ચાર બાળકો છે તારી સાથે લગ્ન કરવા નથી. તારે જેમ કરવું હોય તેમ કરવાનું” કહી તરછોડી દીધી હતી. જેથી આજરોજ મુશ્કેલીમાં મુકાયેલ યુવતીએ યુવક રાજુ જુસબ ભાડેલા સામે ઉપરોક્ત વિગતો સાથે ફરિયાદ આપતા પોલીસે આઇપીસી કલમ 376, 376(2)(N) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત પકડાયેલ આરોપી પરણીત હોવાનું અને ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ હોવાનું પીઆઈ ઈશરાણીએ જણાવેલ છે.