Gujarat

કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું,- આગામી ફિલ્મ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં રિલિઝ નહીં થવા દઇએ જો..

આપણે જાણીએ છે કે, આજના સમય મનોરંજન માટે અનેક ઐતિહાસિક અને મહાપુરુષો અને મહાન યોદ્ધાઓમાં જીવન પર આધારિત ફિલ્મો બની રહી છે. ત્યારે ઘણી વખત ફિલ્મ બનાવનાર મૂળ કથા ને ભૂલીને ફિલ્મને વધુ મનોરંજન બનાવવા માટે કાલ્પનિક અને વધારે ડ્રામાટિક બનાવે છે. હાલમાં જ મહાન યોદ્ધા પૃથ્વી રાજ ચૌહાણનાં જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે અને આ ફિલ્મની રીલિઝ ડેટ પણ સામે આવી ગઈ છે, ત્યારે હાલમાં જ એક મહત્વની વાત જાણવા મળી છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કરનીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત આજરોજ ડીસાના મહેમાન બન્યા હતા, ડીસા પહોંચેલા રાજ શેખાવતે રાજપૂત સમાજ સહિત હિન્દુ સમાજના લોકો સાથે બેઠક કરી હતી. રાજસિંહ શેખાવતને જ્યારે બોલીવુડની આગામી ફિલ્મ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં આવી રહી છે તેને લઈ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે ફિલ્મ રિલિઝ ન થવા દેવા જણાવ્યું હતું. ખરેખર બોલીવુડમાં અનેક એવી ફિલ્મો આવી છે, જેનો વિરોધ કરવામાં આવેલ છે.

સૌથી મહત્વની વાત એ છે કે, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અંતિમ હિન્દુવા રાજા આપણા ભારત દેશના થઈ ગયા. પુથ્વીરાજ ચૌહાણને લઈને એક ફિલ્મ આવી રહી છે, જે ફિલ્મનું નામ વિવાદિત છે. જેને લઇને કરણીસેના પરિવારે વિરોધ કર્યો છે. અમે લખનઉ હાઇકોર્ટમાં અમારા જે પદાધિકારી સંગીતા સિંઘએ પીઆઈએલ કરી છે અને માનનીય ન્યાયાધીશ દ્વારા સરકાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે પણ આગેવાન છે એમને નોટીસ કરી અને આ વિશે ટકોર કરી છે.

છીએ હવે કોઇપણ જાતની ઐતિહાસિક છેડખાની અમે સહન નહીં કરીએ. જો તમારે ફિલ્મ બનાવી હોય તો મહાપુરુષોએ જે ઇતિહાસ રચ્યો છે ઇતિહાસની છેડખાની ન કરશો. નહીં તો તમને બહુ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. અમારી માંગ તો ખુલ્લી માંગ છે જો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મમાં નામ નહીં હોય તો ગુજરાતમાં તો નહીં પરંતુ આખા ભારતદેશમાં અમે નહીં ચાલવા દઈએ. પદ્માવત ફિલ્મમાં પણ અમે જે કીધું તો એ કર્યું. જેમાં ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું.

પૃથ્વીરાજ ચૌહાણ પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ દિલ્હી અને અજમેરની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા. તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઇતિહાસમાં ચર્ચિત રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૬૮માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં રહેતા શસ્ત્ર વિદ્યા, રાજનીતિ કલા અને સાહિત્ય જેવા વિષયોમાં નિપુણતા મેળવી હતી.તેમના જીવન પર હવે અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!