Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ ની શતાબ્દી મહોત્સવ મા ગુજરાતી એક્ટર અને કલાકરો નો જમાવડો ! કીંજલ દવે થી માંડી જેઠા લાલ સુધી જુઓ કોણ કોણ…

ભક્તિ અને ભાવસભર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના ઓગણજમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તિ સાથે સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત કરી રહ્યા છે.

15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી એક મહિના સુધી ચાલવાનો છે.  પ્રમુખસ્વામી મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂજ્ય મહંતસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવમાં દેશ-વિદેશન હરિ ભગતોએ હાજરી આપી છે, ત્યારે આપણા ગુજરાતી કલાકારો પણ પરિવાર સાથે પણ આ મહોત્સવની મુલાકાતે પહોંચ્યા છે. આ ગુજરાતી કલાકારોમાં મલ્હાર ઠાકર, ફિલ્મ નિર્માતા સંદીપ પટેલ તેમજ લોકપ્રિય જેઠાલાલ એટલે દિલીપ જોશી તેમજ કિંજલ દવે અને તેમનો પરિવાર પણ આ મહોત્સવને માણવા પધાર્યા છે. આ તો માત્ર નોંધપાત્ર કલાકારોનાં નામ લીધા છે. આ સિવાય પણ અનેક મહાન હસ્તીઓ અને રાજનેતાઓ આ મહોત્સવની મુલાકાત લઈ ચુક્યા છે.

આ મહોત્સવની ખાસ વાત જાણીએ તો, પ્રમુખસ્વામી નગરમાં નિઃશુલ્ક આકર્ષો, પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ ઉભા કરવામાં આવ્યા છે. નજીવા દરે પ્રેમવતી પ્રસાદમ ઉપહાર ગૃહમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . અહીં તૈયાર કરવામાં આવેલા પ્રમુખસ્વામી નગરમાં PSM100 Nagar એપ્લિકેશનની મદદથી તમામ આકર્ષો અંગેની માહિતી મેળવી શકાશે.

પ્રમુખસ્વામીનગરમાં સાંજનાં આકર્ષણની વાત કરીએ તો, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે ઉભા કરાયેલા નગરમાં દરરોજ સાંજે 5થી 7.30 દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.
સાંજના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પર કરવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!