Gujarat

શ્રી રામ મંદિર માટે સૌથી વધુ દાન આપનાર ગુજરાતીઓમાં પૂજ્ય મોરારી બાપુ અને ગોવિંદભાઈ ધોળકિયા મોખરે, જાણો બન્નેએ કેટલું દાન આપ્યું…

જગત ભરમાં શ્રી રામ મંદિરની હર્ષલ્લાસપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય મંદિરના નિર્માણ પાછળ સૌ કોઈની આસ્થા રહેલ છે અને શ્રી રામજીના ભવ્ય મંદિર માટે સૌ કોઈ લોકોએ ખોબલે ખોબલે દાન કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે,  આ મંદિર ના નિર્માણ માટે  11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા દાન મળે તેવો હેતુ હતો.

શ્રી રામજીના મંદિર માટે ધાર્યું કરતા બમણું દાન આવ્યું.
અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ 3,200 કરોડ રૂપિયાનું દાન બેંકોમાં જમા કરાવેલું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર  દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારી બાપુએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે. 

ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે,  ગુજરાતમાંથી સૌથી વધુ દાન આપનાર મહાનુભાવોમાં શ્રી મોરારી બાપુ અને ગોવિંદભાઈ ધોળકિયાનું નામ મોખરે આવ્યું છે. આપણે જાણીએ છે કે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ એક કથાકાર છે.

જ્યારે ગોવિંદભાઈ એક ઉદ્યોગપતિ છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર  પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ રામ મંદિર માટે અત્યાર સુધીમાં સૌથી વધુ દાન આપ્યું છે.

મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વધુમાં યુએસ, કેનેડા અને યુનાઇટેડ કિંગડમ સ્થિત તેમના અનુયાયીઓ સામૂહિક રીતે 8 કરોડ રૂપિયા અલગથી દાનમાં આપ્યા છે. 

ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. બન્ને મહાનુંભાવો શ્રી દ્વારા અવરનાર ધાર્મિક કાર્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે દાન કરવામાં આવે છે, જ્યારે શ્રી રામ મંદિરમાં પણ તેમણે પોતાનું અનુપમ યોગદાન આપ્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!