Gujarat

કોળી સમાજ ના મસીહા પરષોત્તમભાઈ સોલંકી ક્યા ગામ થી છે જાણો ? મુંબઈમાં ગેંગવૉર વચ્ચે ચુંટણી જીતી હવે ગુજરાત ના છેલ્લા 20 વર્ષ થી દબદબો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોળી જ્ઞાતિનું પ્રભુત્વ સૌથી વધારે છે અને આજે આપણે વાત કરવાની છે. કોળી સમાજ ના મસીહા પરષોત્તમભાઈ સોલંકીની જેઓ રાજકીય ક્ષેત્રે અને કોળી સમાજમાં ખૂબ જ માન સન્માન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં કોળી સમાજની વસતિ દોઢ કરોડ જેટલી છે અને કોળી સમાજમાં પુરુષોત્તમ સોલંક ‘ભાઈ’ તરીકે ઓળખાય છે. પૂરુષોત્તમભાઇ સોલંકીનું જીવન મુંબઈના મોગરાપાડામાં જ વીત્યું છે. એ સમયમાં પુરુષોત્તમભાઈના પિતાજી ઑધવજીભાઈને સાઈકલની દુકાન હતી. દુઃખની વાત એ છે કે, એજ વિસ્તારમાં રહેતા મુસ્લિમ લોકોએ તેમની હત્યા કરી નાંખી હતી.

મોગરાપાડામાં ઔરંગઝેબ નામનો એક મુસ્લિમ સમાજનો છોકરો હતો અને તે ખૂબ જ દાદાગીરી કરતો હતો અને ઑધવજીભાઈથી સહન ન થતાં એટલે તેમણે નક્કી કર્યું કા તો જીવવું કા તો મરી જવું. સૌએ ભેગા થઈને તેના પર એટેક કર્યો અને એમાં ઔરંગઝેબનું મોત થઈ ગયું અને જેલમાં 6 મહિના રહ્યા પછી કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાપુજીનાં અવસાન પછી પરિસ્થિતિ ખૂબ જ દયનિય હતી.

પુરષોત્તમભાઈ સોલંકીએ 25 વર્ષની ઉંમરે મીરા વીડિયો નામે એક દુકાન ખોલી કેસેટ-ઓડિયોનો ધંધો કરી વીડિયો-ટીવી વસાવી આ ધંધો શરૂ કર્યો હતો. સમય જતાં બન્યું એવું કે, પુરુષોત્તમભાઈ અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને લોકોએ તેમને વિજય બનાવ્યા અને આખરે કોર્પોરેટર બન્યા પછી એમએલએ રમેશ દુબેનો અત્યાચાર વધતા પુરુષોત્તમભાઈ પરિવાર સાથે ભાવનગર આવ્યા અને અહીં આવતાની સાથે જ કોળી સમાજે કહ્યું કે, સંસદની ચૂંટણી લડો અને આખરે સમાજની લાગણી અને દશા જોઈને રાજુભાઈ રાણા સામે અપક્ષમાં ચૂંટણી લડ્યા 2000 મતથી રાજુભાઈ સામે હારી ગયા.

વર્ષ 996માં અપક્ષમાંથી ભાવનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા બાદ 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું અને તેમનો ભાજપ પ્રવેશ થયો. ત્યાર બાદ તેઓ 1998માં પહેલીવાર ઘોઘા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા. ત્યાર બાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાઈ આવ્યા. જો કે સીમાંકન બાદ ઘોઘા સીટ ભાવનગર ગ્રામ્યમાં ભળી ગઈ અને પુરૂષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી 2012 અને 2017માં ચૂંટણી જીત્યા હતા.

પુરુષોત્તમ સોલંકી ગુજરાતના સૌથી લાંબી મુદતના મંત્રી છે. કેશુભાઈના પટેલના મંત્રી મંડળમાં તે 1998-2001 દરમિયાન એટલે કે 1313 દિવસ, નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં પહેલા મંત્રીમંડળમાં(432 દિવસ), બીજા અને ત્રીજા મંત્રી મંડળમાં ક્રમશઃ 876 દિવસ અને 1828 દિવસ સુધી મંત્રી રહ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા એટલે કે 2012થી 2014 સુધી 512 દિવસ મંત્રીમંડળમાં રહ્યા હતા. જ્યારે આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીનો કાર્યકાળ મળીને કુલ 6830 દિવસ સુધી મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. આમ તેઓ લગભગ 20 વર્ષ સુધી મંત્રી પદે રહ્યા છે.

પુરુષોત્તમભાઈ સોલંકીએ છે, પ્રજાનો પ્રેમ અને લાગણી કોઈ દિવસ દુભાવ્યા નથી. તેમનાથી થાય એટલે પ્રયત્ન કર્યા છે કે બધાનું સારું થાય.તેમને કોઈ એવા પાપ નથી કર્યા અને કોઈ લાંછન લગાડી જાય એવો કોઈ ગુનો નથી કર્યો અને આજ કારણે 20 વર્ષથી સમાજમાં તેમના નામની બોલબાલા છે અને ભાજપે આજ કારણે ફરીથી તેમને ટિકિટ આપી છે અને જવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પુરુષોત્તમભાઈ બહુમતીથી જીતશે.હાલમાં તેમના બંને દીકરાઓ રાજકારણથી દૂર છે પરંતુ ભવિષ્યમાં તેઓ પણ આ ક્ષેત્રે ઝપલાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!