Gujarat

પુરૂષો માટે ચેતવણીરૂપ કીસ્સો! લગ્ન ની લાલચ આપી નાણા પડાવતી ટોળકી…

લુટેરી દુલહન ના અનેક કિસ્સાઓ સામે આવે છે ત્યારે ફરી એક કીસ્સો સામે આવ્યો હતો જેમા એક લુટેરી દુહલન એક યુવકને ચુનો લગાવી ને જતી રહી હતી જેમા પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી આરોપીઓને બોટાદ અને રાજકોટ જિલ્લાના અલગ અલગ સ્થળો પરથી ઝડપી લીધા હતા.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર એક ટોળકી એ વંથલી તાલુકાના નાવડા ગામના પ્રકાશભાઇ હરિભાઇ ભાલોડીયાને વિશ્વાસમાં લઇ સોનુ સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી ટોળકીએ 2,00,000 પડાવ્યા હતા. અને બાદ ફરીયાદી ના ઘરે ચાર દિવસ રહીને મહીલા કેશોદ મા ખરીદી કરવા જાવાના બહાને ફરીયાદી નો ફોન સાથે લઈ ને મહીલા નાસી છુટી હતી.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે તપાસ કરી આરોપીઓને બોટાદ અને રાજકોટ જિલ્લાના અલગ અલગ સ્થળો પરથી ઝડપી લીધા હતા. આરોપીઓ ખોટુ નામ અને ઓળખાણ આપી ને વિશ્વાસ મા લઈ ને અને લગ્ન કરાવી દેવાની લાલચ આપી ને નાણા પડાવતા હતા અને પછી ગણતરી ના દિવસો મા રફફુ ચક્કર થઈ જતા હતા. આ ઠગ ટોળકી એ ગુજરાત ના અન્ય જીલ્લા રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં આ રીતે છેતરપિંડી કરી છે.

આ ટોળકી ના કુલ છ લોકો ને પકડવા આવ્યા એ અને જેમા તેમની પાસે થી પોલીસે રોકડા રૂપિયા 80,000 તેમજ ફરિયાદીનો મોબાઇલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!