આ ચાર પ્રકાર ની સ્ત્રીઓ નુ કયારે પણ ભુલ થી અપમાન ન કરવું જોઈએ ! અપમાન કરનાર પુરુષ ની…
આપણે ત્યાં કહેવાય છે ને કે, સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ અને એક પુરુષનું જીવન ત્યારે બદલાઇ જાય છે, જ્યારે તેના જીવનમાં કોઈ સ્ત્રીનું આગમન થાય છે.આજે અમે આપને જણાવીશું કરે કંઈ સ્ત્રીઓ નું ક્યારેય ભૂલે ચુકે પણ અપમાન ન કરવું જોઈએ નહિં તો તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. ખરેખર આ બ્લોગ દરેક પુરુષજાતિ માટે ઉપયોગી નીવડશે. આ માહિતી જાણીને સ્ત્રી પ્રત્યે આદર,સ્નામન અને પ્રેમ ભાવના વ્યક્ત થશે.
આજે અમે આપને જણાવીશું કે રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે, જો તમેં આ ચાર પ્રકારની સ્ત્રીઓનું ક્યારેય પણ અપમાન કરશો તો જીવનમાં અનેક દુઃખોનો સામનો કરવો પડશે અને તમારું જીવન નર્ક બનતા પણ વાર નહી લાગે.ખરેખર આપણે જાણીએ છે કે જ્યારે દ્રૌપદીનું અપમાન કૌરવ કર્યું તો આખા કુળનો સંહાર થઈ ગયો હતો. ત્યારે તમારે તમારા જીવનમાં આ વાત ક્યારેય ન ભૂલવી અને ભૂલે ચુકે આ સ્ત્રીઓનું અપમાન કરવું નહીં.
ઘરની વહુ: આપણા દેશમાં ઘરમાં નવી આવેલી વહુને લક્ષ્મી માનવામાં આવે છે. તેનો ગૃહ પ્રેવશ કરાવતી વખતે કંકુપગલા પણ ઘરમાં લેવામાં આવે છે. પરંતુ સમય જતા ઘણા ઘરોમાં તેને સન્માન મળતું નથી, જેના કારણે ઘરમાં દરિદ્રતા આવવાની શરૂ થઇ જાય છે.પોતાનું ઘર છોડીને પારકા ઘરને જે સ્ત્રી પોતાનું કરવા આવી છે એવી સ્ત્રીને જો કોઈ પુરુષ દુઃખી કરે છે, તેનું સન્માન નથી કરતો તે હંમેશા દુઃખી થાય છે, તે ક્યારેય ખુશ નથી રહેતો અને તેના જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવ્યા કરે છે.
ગજરની દીકરી : ઘરમાં રહેલી દીકરી હંમેશા સન્માન અને પ્રેમની હકદાર હોય છે, પરંતુ ઘણા ઘરોમાં ભાઈ દ્વારા કે પિતા દ્વારા દીકરી ઉપર પણ અત્યાચાર કરવામાં આવતા હોય છે. જે ઘરમાં દીકરી ખુશ નથી રહી શકતી.ભાભી : રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાઇને પત્નીને હંમેશા મા જેવું સન્માન આપવું જ્યારે નાનાભાઇની પત્નીને દીકરીની જેમ સન્માન આપવું જોઇએ, સન્માન ના આપનાર પુરુષને ખુબ જ ખરાબ પરિણામ ભોગવવું પડે છે.
બહેન:દરેક ભાઇનું કર્તવ્ય હોય છે કે, પોતાની બહેન સદાય રક્ષા કરે અને તેના જીવનની દરેક સમસ્યાનું નિવારણ કરશે.ખરેખર આ ખૂબ જ સાચી વાત છે. હે બહેનની હંમેશા રક્ષા કરે પરંતુ જે પુરુષો બહેનને યોગ્ય સન્માન નથી આપતા તેને પણ દુઃખોનો સામનો કરવો પડે છે. સ્ત્રીના રૂપમાં રહેલી બહેન કોઇની પણ હોય તેને હંમેશા સન્માન આપવું જોઇએ અને તેની રક્ષા પણ કરવી જોઈએ. માત્ર આ ચાર સ્ત્રીઓ જ નહીં પરંતુ સકળ જગતની દરેક સ્ત્રીઓનું સન્માન કરવું જ જોઇએ.