Gujarat

અમેરિકા પહોંચવા માટે મહેસાણા ના રાહુલ પટેલે 4 કરોડ રુપીઆ ખર્ચી નાખ્યા અને આખરે જે હાલત થઈ જાણી ને ધૃજી જશો….

આજે ગુજરાતીઓને અમેરિકા જવાનું ગાંડપણ ઊપડ્યું છે. અનેક યુવાનો અને પરિવાર ગેરકાયદેસર અમેરિકા જાય છે તો ક્યારેક એજન્ટો દ્વારા લોકોને અમેરિકાનું સપનું દેખાળીને છેતરવામાં આવે છે. આજે આપણે જાણીશું મહેસાણા ના રાહુલ પટેલે વિષે, જેને અમેંરીકા જવા માટે 4 કરોડ રુપીઆ ખર્ચી નાખ્યા અને આખરે જે હાલત થઈ જાણી ને ધૃજી જશો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના  અહેવાલો મુકબ ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ.

 

અનેક યુવાનોની જેમ આજથી ચાર વર્ષ પહેલા 25 વર્ષનો મહેસાણા જિલ્લાનો રાહુલ પટેલ અમેરિકા જવા નીકળ્યો હતો. અન્ય વ્યક્તિની જેમ તેને પણ અમેરિકા જઈને ધનવાન બનવું હતું અને વૈભવશાળી જીવન જીવવું હતું.રાહુલને ભણવામાં પહેલાથી જ કોઈ રસ નહોતો અને આખરે તેણે એક દિવસ અમેરિકા જવાની વાટ પકડી લીધી..રાહુલ પટેલ કાયદેસર રીતે તો અમેરિકા જઈ શકે તેમ નહોતો. માટે જ તેણે પોતાના મિશન અમેરિકા માટે મહેસાણાના એક એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટ સાથે ડીલ થયા બાદ રાહુલને જે પાસપોર્ટ આપવામાં આવ્યો તેમાં તેનું નામ રાહુલ પટેલ નહીં, પરંતુ રાહુલ દિક્ષિત હતું.

 

એજન્ટે જેટલા રુપિયા કહ્યા હતા તે પણ રાહુલે આપ્યા અને આખરે રાહુલે અમેરિકા પહોંચવા માટે ઉડાન ભરી. રાહુલને અમેરિકાના ફ્લોરિડા રાજ્યના માયામી મોકલી દેવાનો હતો. એજન્ટના પ્લાન અનુસાર રાહુલ બહામાસ પહોંચી પણ ગયો હતો. પોતાના જેવા જ અન્ય લોકો સાથે તે બોટમાં બેસીને બહામાસના નાસાઉથી માયામી જવા નીકળી ગયો હતો. એજન્ટોની ગોઠવણ અનુસાર, રાહુલ લાઈફ જેકેટ પહેર્યા વિના જ લાકડાની એક નાનકડી બોટમાં ચારથી પાંચ અઠવાડિયા સુધી સફર કરતો રહ્યો હતો.

આખરે તેને બીજા લોકો સાથે એક પોર્ટ પર ઉતારવામાં આવ્યો, પરંતુ ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમની સાથે સવાર એક વ્યક્તિનું મોત થયું છે અને હાલ અમેરિકામાં ઘૂસવાનું પણ સેફ નથી. આટલું કહીને રાહુલ અને બીજા લોકોને એક કેમ્પમાં રાખવામાં આવ્યા. બધાને એમ હતું કે ગમે ત્યારે એજન્ટ અમેરિકા પહોંચાડી દેશે, પરંતુ ડિસેમ્બર 2018માં સૌને ફ્લાઈટમાં બેસાડીને સીધા UAE મોકલી દેવામાં આવ્યા.રાહુલ અમેરિકાથી થોડો દૂર હતો છતાં પણ તેને પાછું દુબઇ આવવું પડ્યું પણ તે હિંમત ન હાર્યો.

થોડા દિવસ દુબઈમાં રહ્યા બાદ એજન્ટ અમેરિકા મોકલવાની ગોઠવણ કરી દેશે. તો બીજી તરફ તેના એજન્ટે પણ તેને દુબઈમાં જ રહેવા માટે કહ્યું, રાહુલ રોજ અમેરિકા જવાનો આજે મેળ પડી જશે તેવી આશા સાથે સવારે જાગતો, પરંતુ એજન્ટ તેને નિરાશ કરી દેતો. આખરે દુબઈમાં નવ મહિના રોકાયા બાદ છેક સપ્ટેમ્બર 2019માં રાહુલને અમેરિકા નીકળવા તૈયાર થઈ જવા કહેવાયું.

આ વખતે એજન્ટ જે રુટ પરથી રાહુલને અમેરિકા પહોંચાડવાનો હતો તે અગાઉના રુટથી ખૂબ જ ભયાનક હતો. સેન્ટ્રલ અમેરિકાના પનામાના જંગલમાંથી પસાર થતા આ રુટ પરથી જીવતા બહાર આવવું પણ કોઈ નાનીસૂની વાત નહોતી. દુબઈથી રાહુલ સાઉથ અમેરિકાના દેશ ઈક્વાડોરની રાજધાની ક્વિટોમાં લેન્ડ થયો હતો. ત્યાંથી તેને એક બંધ બોડીની ટ્રકમાં કોલંબિયા નામના દેશમાં લઈ જવામાં આવ્યો.

 

બે દિવસ સુધી રાહુલ અને તેના જેવા લોકો એવી ટ્રકમાં સફર કરતા રહ્યા કે જેમાં સૂર્યનું એક કિરણ પણ નહોતું આવતું અને શ્વાસ પણ રુંધાતો હતો.બે દિવસ ટ્રકમાં મુસાફરી કર્યા બાદ રાહુલ કોલંબિયાના જ ટર્બો નામના પોર્ટ સિટીમાં પહોંચ્યો રાહુલ અને તેની સાથે રહેલા બીજા લોકો ચાલતા રહ્યા. જંગલ વિસ્તારને ઓળંગ્યા બાદ તેમને એક બોટમાં બેસાડવામાં આવ્યા, અને એક અઠવાડિયા સુધી બોટમાં મુસાફરી કરી આખરે તેઓ પનામા સિટી પહોંચ્યા. ત્યાં તેમને એક મહિના માટે એક કેમ્પમાં રાખવામાં આવ્યા.

 

પનામાથી આ ગ્રુપને 800 કિલોમીટર ચાલીને સેન્ટ્રલ અમેરિકામાં આવેલા કોસ્ટા રિકામાં પહોંચવાનું હતું. અમેરિકા જવાની લ્હાયમાં રાહુલ અને તેની સાથે રહેલા બીજા લોકોએ 20 દિવસમાં 800 કિલોમીટરનો પ્રવાસ ચાલીને પૂરો કરી નાખ્યો.પછી ફરી સતત સાત દિવસ સુધી ચલાવીને નિકારાગુઆ નામના એક નાનકડા દેશમાં લઈ જવામાંઆવ્યા, અહીંથી એક બસમાં બેસાડીને ગ્વાન્ટેમાલા લઈ જવામાં આવ્યા, અને ત્યાંથી પાંચ દિવસ બોટમાં બેસાડીને આખરે નોર્થ મેક્સિકો પહોંચાડવામાં આવ્યા.

 

લગભગ પાંચેક મહિના સુધી ચાલેલા આ ભયાનક જોખમી પ્રવાસ બાદ રાહુલ એ જગ્યા પર આવી પહોંચ્યો હતો કે જ્યાંથી તેને બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાની હતી પણ 2020ની શરુઆતનો સમય હતો,તે વખતે અમેરિકામાં ટ્રમ્પની સરકાર હતી, અને મેક્સિકો બોર્ડર પરથી થતી ઘૂસણખોરી પર સખ્ત પાબંધીઓ લાગેલી હતી. અમેરિકન પોલીસ દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેવામાં રાહુલ માટે બોર્ડર ક્રોસ કરવી જરાય સરળ નહોતું રાહુલ અને તેની સાથે બીજા જેટલા પણ લોકો હતા તે બધાને માર્ચ 2020માં મેક્સિકોથી તુર્કી મોકલી દેવામાં આવ્યા.

 

આ જ અરસામાં દુનિયાભરમાં લોકડાઉનની અસર ચાલુ થઈ ગઈ હતી, અને રાહુલ તુર્કીમાં જ ફસાઈ ગયો હતો. તેને એક વર્ષ સુધી તુર્કીમાં રહેવાની ફરજ પડી,આખરે મે 2021માં રાહુલ અને તેની સાથે બીજા 15 લોકોને એજન્ટોએ આફ્રિકાના તાન્ઝાનિયા નામના દેશમાં મોકલ્યા. છેક ઓક્ટોબર 2018થી પોતાના ઘરથી દૂર રાહુલે અમેરિકા પહોંચવા માટે જે કંઈ રુપિયા હતા તે વાપરી નાખ્યા હતા, તેના પરિવારજનો 20 વીઘા જમીન પણ વેચી ચૂક્યા હતા અને રાહુલ 4 કરોડ રુપિયા જેટલી રકમ વાપર્યા બાદ પણ અમેરિકાથી દૂર હતો. આખરે આફ્રિકા પહોંચ્યા બાદ તેની ધીરજ ખૂટી હતી અને તેણે ઘરેથી 1 લાખ રુપિયા મગાવી આફ્રિકાથી ફ્લાઈટ પકડી અને સીધો અમેરિકા આવી ગયો.

 

જમીન-મકાન વેચવાની સાથે લાખો રુપિયાનું દેવું કરીને પણ રાહુલ અમેરિકા તો ના જ પહોંચી શક્યો. તેણે વતન પરત ફરી અમદાવાદના પાલડી વિસ્તારમાં પાનનો ગલ્લો પણ ચાલુ કર્યો હતો, પરંતુ તે પણ તેણે બંધ કરી દીધો. રાહુલ કહેતો હતો કે તેને જો ફરી અમેરિકા જવાનો મોકો મળશે તો તે રિસ્ક લેવામાં જરાય પાછો નહીં પડે, પરંતુ 25 વર્ષનો રાહુલ આજે ક્યાં છે તે કદાચ તેના પરિવારજનો સિવાય બીજા કોઈને ખબર નથી પરંતુ આ કિસ્સો આજના સમયના  દરેક યુવાનો માટે ખૂબ જ ચેતવણી સમાન છે. જે યુવાનો આજે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું વિચારી રહ્યા છે, તેમને એકવાર આ રાહુલ પટેલની મુશેકલીઓ વિશે જાણી લેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!