ગુરુના ચીંધેલા માર્ગે ચાલીને રાજ કુમારપાળનું જીવન બદલાઈ ગયું. જાણો તેમની જાણી અજાણી વાતો.
ગુરુના ચીંધેલા માર્ગે ચાલીને રાજ કુમારપાળનું જીવન બદલાઈ ગયું. જાણો તેમની જાણી અજાણી વાતો. આપણા ગુજરાતમાં અનેક મહારાજ થઈ ગયા જેમાં એજ અત્યંત જાણીતા અને જેને જૈન ધર્મમાં આબેક દેરાસરો બંધાવેલ એવા ઉત્તમ રાજા કુમારપાળ મહારાજા પોતાના પૂર્વકાળમાં જૈન ધર્મમાં શ્રદ્ધા નહોતા ધરાવતા અને તેમને માંસાહાર અત્યંત પ્રિય હતો. કુમારપાળ પોતાની ગાદી છીનવી લે માટે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે તેમની હત્યાની યોજના બનાવી હતી અને તેમને મારવા માટે પોતાના સૈનિકો મોકલ્યા હતા.
એક વખત કુમારપાળ મહારાજાની પાછળ હત્યારાઓ પડ્યા હતા ત્યારે ખંભાતના ઉપાશ્રયમાં કુમારપાળને છૂપાવીને હેમચન્દ્રાચાર્યે તેમનો જીવ બચાવ્યો હતો. કુમારપાળે હેમચન્દ્રાચાર્યને વચન આપ્યું હતું કે હું રાજા બનીશ તો તમને રાજગુરુપદે સ્થાપીશ. કુમારપાળે રાજા બન્યા પછી વચન પાળી બતાવ્યું પણ શરત કરી હતી કે તમારે મને માંસાહારનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવો નહીં.
હેમચન્દ્રાચાર્યને ગુરુપદે સ્થાપ્યા પછી પણ કુમારપાળ રાજાએ માંસભક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. હેમચન્દ્રાચાર્ય તેમને માંસનો ત્યાગ કરાવવાની યોગ્ય તક ખોળી રહ્યા હતા. તક સામે ચાલીને આવી. કુમારપાળ મહારાજાએ પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરનો ર્જીણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
તેમણે હેમચન્દ્રાચાર્યને પૂછ્યું કે મંદિરનાં નિર્માણમાં આવતા સંકટના નિવારણ માટે શું કરવું જોઇએ? હેમચન્દ્રાચાર્યે કહ્યું કે તમને જે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તેનો ત્યાગ કરવો જોઇએ. સાંભળી કુમારપાળે મંદિરનું બાંધકામ ચાલતું હોય ત્યાં સુધી માંસનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો.
કુમારપાળના આગ્રહથી સોમનાથની પ્રતિષ્ઠામાં હેમચન્દ્રાચાર્ય પણ હાજર રહ્યા હતા. કુમારપાળ મહારાજાએ સોમનાથનાં મંદિરમાં મહાદેવની સાક્ષીએ આજીવન માંસ, મદિરા સહિત સાત વ્યસનોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી તેમણે ગૂર્જર દેશમાં ચાલતાં તમામ કતલખાનાંઓ કાયમ માટે બંધ કરાવી દીધાં અને માછલાં મારવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દીધો.
ગુજરાતના તાબામાં તે સમયે ભારતના ૩૮ પૈકી ૧૮ દેશો હતા. કારણે કુમારપાળ ૧૮ દેશોનો રાજા કહેવાતો હતો. બાકીના ૨૦ દેશો સાથે પણ કુમારપાળ મહારાજાને મૈત્રીના સંબંધો હતા. દેશોમાં પણ કુમારપાળે શક્ય એટલી જીવહિંસા બંધ કરાવી હતી. ગૂર્જર દેશમાં તો ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, મરઘાં, માછલાં જેવાં તમામ પ્રાણીઓ અને પક્ષીઓ મારવા ઉપર પ્રતિબંધ હતો. પ્રતિબંધનું બરાબર પાલન થાય છે કે નહીં તે જોવા માટે તેમણે ગુપ્તચરો રાખ્યા હતા. જીવહિંસા ઉપર એટલો કડક પ્રતિબંધ હતો કે ગુજરાતમાં માથાની જૂ મારવાની પણ છૂટ નહોતી.
કુમારપાળ મહારાજા અહિંસક બની ગયા એટલે તેમના કેટલાક સામંતો તેમની મશ્કરી કરવા લાગ્યા કે રાજા તો નિર્માલ્ય બની ગયા છે. જોઇ કુમારપાળ મહારાજાએ આવી ટીકા કરતા એક સામંતને બોલાવીને કહ્યું કે આપણે બન્ને ભાલાને પગના પંજામાં ખૂંચાવીને કસોટી કરીએ કે કોણ બહાદુર છે અને કોણ કાયર છે? કુમારપાળ મહારાજાએ પોતાનો પગ સામંતના પગ ઉપર રાખીને હાથનો ભાલો બંને પગના પંજામાં ખૂંચાવી દીધો. સામંત ચીસ પાડી ઉઠ્યો, પણ કુમારપાળને કાંઇ થયું નહીં. કુમારપાળ મહારાજા કહેતા કે બહાદુરી કોઇને મારવામાં નથી પણ કોઇનો જીવ બચાવવામાં છે.
કુમારપાળ મહારાજાના લશ્કરમાં અગિયાર લાખ ઘોડા હતા. તમામ ઘોડાઓને કાયમ ગાળેલું પાણી પિવડાવવામાં આવતું હતું જેથી પાણીમાં રહેલાં સૂક્ષ્મ જીવોની હિંસા થાય. પ્રત્યેક ઘોડા ઉપર પૂંજણી રહેતી, જેનો ઉપયોગ કરીને ઘોડા ઉપર બેસી શકાતું. પાટણમાં કંટકેશ્વરી દેવીને પશુનો ભોગ ચડાવવાનો રિવાજ હતો. કુમારપાળ મહારાજે રિવાજ બંધ કરાવ્યો એટલે તેઓ કંટકેશ્વરી દેવીના કોપનો ભોગ બન્યા હતા. રોષમાંથી હેમચન્દ્રાચાર્યે કુમારપાળ મહારાજાને ઉગાર્યા હતા.