મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન મા વિક્રમ ઠાકોર હાજરી નહોતી આપી શક્યા તો ઘરે ગયા તો રાજલ બારોટે આપી આ ભેટ…
હાલમાં જ્યારે લગ્નનો માહોલ સર્જાયો છે, ત્યારે દરેક કલાકારો અને તેમના પરિવારના સભ્યોને લગ્નની રમઝટ ચાલુ થઈ ગઈ છે. ખરેખર હાલમાં જ એક એવા લગ્ન યોજાયા જેને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાતી સિનેમા લોકપ્રિય બનેલ કલાકાર મણિરાજ બારોટની દીકરીના લગ્ન ધામધૂમ થી સંપન્ન થયા. આ લગ્નમાં સૌ કોઈ લોક ગાયક કલાકારો તેમજ ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો ખાસ હાજરી આપી હતી.
આ લગ્નમાં ગમન સાથલ માટે જે ગીત ગાયું એ સાંભળીને રાજલ અને તેમની ત્રણેય બહેનોની આંખો ભીની થઇ ગઇ હતી. ખરેખર આ લગ્ન એટલા માટે ખાસ હતા કારણ કે બાપ-મા હોવા છતાંય જે દીકરીઓના લગ્નના નાની મોટી અડચણ આવતી હોય છે,જ્યારે ધન્ય છે મણીરાજ બારોટ ને જેમને ઘરે રાજોલ બારોટ જેવી દીકરી જન્મી છે.
રાજલ બારોટ માતા પિતા બનીને પોતાની વ્હાલી બહેનોનું કન્યાદાન કર્યું તેમજ ભાઈ બનીને બંને બહેનોને જવતલ હોમ્યા.ખરેખર આવું ભાગ્યે જ જોવા મળે છે. જીવનમાં દરેકને સુખ દુઃખ આવ્યા કરે છે, પરતું એ દુઃખમાંથી બહાર કેમ નીકળવું એ વ્યક્તિનાં હાથમાં હોય છે. રાજોલ બારોટ પોતાની વ્હાલસોયી મોટી બહેનનાં લગ્ન કર્યા અને ત્યાર પછી બીજી બે બહેનોના લગ્ન કરીને પિતાની ખોટ પુરી કરી.
આ લગ્નમાં અનેક કલાકરો પોહચ્યાં હતા.આ લગ્ન પ્રસંગમાં જીગ્નેશ કવિરાજ, કિંજલ દવે અને અને ગમન સંથાલ જેવા દરેક કલાકારો આ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા.આ લગ્ન પ્રસંગમાં વિક્રમ ઠાકોર હાજર રહ્યા ન હતા. તેથી લગ્ન પુરા થયા એટલે વિક્રમ ઠાકોર રાજલ બારોટના ઘરે રાજલ બારોટને મળવા માટે આવ્યા હતા. ત્યારે વિક્રમ ઠાકોરે તેમની બંને બહેનોને આર્શીવાદ પણ આપ્યા હતા.
જે ફોટા વાયરલ કરીને રાજલ બારોટે લખ્યું હતું કે મારી બંને બહેનોને વિક્રમ ઠાકોરે ઘરે આવીને આર્શીવાદ આપ્યા છે. તે પછી રાજલ બારોટે વિક્રમ ઠાકોરનું સન્માન પણ કર્યું હતું. તેથી તે ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા હતા. આ બંને બહેનોના લગ્નમાં રાજલ બારોટ તેમના પિતા મણિરાજ બારોટને યાદ કરીને ખુબ જ રડી પડ્યા હતા. રાજલ બારોટે વિક્રમ ઠાકોરને છાલ ઓઢાડીને તેમનું સ્નમાન કર્યું તેમજ સૌ સાથે મળીને નાસ્તો કરેલ.ખરેખર આ કલાકાર પરિવારે રાજોલ બારોટની બંને દીકિરોના લગનમાં કોઈપણ જાતની ખોટ નથી આવવા દીધી.