રાજસ્થાન- ડોન દેવા મર્ડર કેસ મા પરિવાર નો ચોકાવનારો ખુલાસો. જાણો વધુ વિગતે.
તાજેતર માં રાજસ્થાન ના કોટા માંથી એક હચમચાવી દે એવી ખૂન ની ઘટના સામે આવી છે. અત્યારે નાની વાતો માં ખૂન થઈ જતા હોય છે. આ ઘટના મા રાજસ્થાન ના કોટા મા રહેતા એક ડોન ની હત્યા થઈ ગઈ છે. રાજસ્થાન ના કોટા માંથી અવારંવાંર ખૂન ની ઘટનાઓ સામે આવતી હોય છે.
રાજસ્થાન મા રહેત ડોન દેવા ગુર્જર નામના વ્યક્તિ ની હત્યા કરી નાખવામાં આવી છે. ડોન દેવા નું કોટા મા ખુબ જ મોટું નામ હતું. અને તેના પરિવારો તરફથી જે વિગતો જાણવા મળી તે જાણી ને તમે પણ ચોકી જશે. ડોન દેવા ગુર્જર ના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો જોવા મળે છે. પણ તેની રિયલ લાઈફ માં તો તે અંતે ડોન જ હતો. તેના પરિવાર નો આક્ષેપ તેના જ એક મિત્ર તરફ છે.
દેવા ગુર્જર નો મિત્ર બાબુલાલ ગુર્જરે હત્યા કરી હોય તેવું તેના પરિવાર ને લાગી રહ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર દેવા કારખાનામાં મજૂરો ની સપ્લાય કરતો હતો અને તે તેમાંથી સારી કમાણી કરતો હતો. દરમિયાન બાબુલાલે તેની પાસે પૈસાની માંગણી કરી, પરંતુ દેવાએ મિત્રતા અને ધંધાને અલગ રાખીને પૈસા આપવાનો ઇનકાર કર્યો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આની દાજ રાખી બાબુલાલે દેવાને આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જોઈ લેવાની ધમકી આપી હતી.
4 એપ્રિલે દેવ ગુર્જર પર રાવતભાટાના એક સલૂનમાં અમુક શખ્શો એ હુમલો કર્યો હતો. અને દેવા નું મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસ માં વિડીયો જોઈને કેટલાક લોકો ની ધરપકડ કરી છે અને બીજા કેટલાક નાસી ગયેલા ની શોધખોળ શરુ છે. પરિવારનો દાવો – સર્વોપરિતાની લડાઈમાં દેવા નો જીવ ગયો. તેના પરિવાર માં 21 સભ્યો છે. દેવા એ ધોરણ 5 સુધી જ અભ્યાસ કર્યો છે. અને તેનો મોટો ભાઈ અભણ છે તે ગાયો અને ભેંસો ની સંભાળ રાખવાનું કામ કરે છે. દેવા ના મૃત્યુ બાદ તેના પરિવાર ની બધી જ જવાબદારી તેના ભાઈ ના માથે આવી ગય છે.
તેના ઘરમાં બાળકો ની ફીસ ભરવાના પણ પૈસા ની અગવડ વર્તાય રહી છે. ઘરમાં દીકરીઓના લગ્ન હોય તેના ખર્ચ ની પણ અગવડ આવી રહી છે. પરિવાર ના સભ્યો તરફથી જાણવા મળ્યું કે, દેવા પાસે જેસીબી, સ્કોર્પિયો જેવા વાહનો હતા પરંતુ તે બધા ફાઇનાન્સ પર હતા. હવે તેના પરિવાર માથે મહામુસીબતો આવી પડી છે.