Gujarat

નવરાત્રીના તહેવાર વિષે ગાયિકાએ કરેલ બફાટ પર રાજભા ગઢવી ભડક્યા ! કહ્યું કે “આવું આપણે કેટલોકે સમય સહન…

મિત્રો તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગાયક નવરાત્રિને લઈને એવી બફાટ કરી છે કે સૌ કોઈ ગુજરાતીઓનું લોહી ઉકલી ગયું છે, અનેક લોકો આ ગાયિકાનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેણે જાહેરમાં નવરાત્રીના તહેવારને લઈને જ મોટી બફાટ કરી દીધી હતી, એવામાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર એવા રાજભા ગઢવીએ પણ આ અંગે ભડક્યા છે, તો ચાલો તમને જણાવીએ રાજભા ગઢવીએ શું કહ્યું.

રાજભા ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે જે રમી રહ્યા છે, જેઓએ હોંકારા દીધા પડકારા દીધા, તમે બીજી વખત ન જાતા સનાતનીના સ્ટેજ પર તમે જઈને બોલશો તો તમને તકલીફ થશે, બોલાવા વાળા અને સાંભળવા વાળાને ધિક્કાર ધિક્કાર ધિક્કાર…આગળ જણાવતા રાજભા ગઢવીએ કહ્યું હતું કે નવરાત્રીના ઉજળા પાવન પર્વને લવયત્રી બનવાનો કોશિશ કરે છે, નવરાત્રીને સેટિંગનો અડ્ડો બનવાની કોશિશ કરો છો, કે નવ દિવસ રમ્યા તમારું કાંઈ ના થયું.

રાજભા ગઢવી આગળ જણાવે છે કે આમ કેટલાક સુધી આપણે સહન કરશું જે બોલ્યા છે તે બેન એક કેને કે નારી શક્તિને લીધે કઈ કય નથી શકતા,બીજું કોઈ કારણ નથી આપણે આપણી સભ્યતા ન છોડીએ. રાજભા ગઢવીનો આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકોપણ રાજભા ગઢવીની આ વાતને લઈને સહમત થયા છે. તમને જણાવી દઈએ કે હજુ એક બે દિવસ પેહલા જ એક વિડીયો વાયરલ હતો જેમાં ગાયિકાએ નવરાત્રીને લઈને આવું વિવાદિત નિવેદન આપ્યું હતું.

ઉર્વશી એ કહ્યું હતું કે, ગુજરાતના ગરબા આખા વર્લ્ડમા ફેમસ છે. ગુજરાતમાં કોઇ છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઇન નહીં પરંતુ નવરાત્રીની રાહ જોતા હોઈએ છીએ. આ પછી ઉર્વશીએ યુવાનોને મોટેથી પૂછ્યું કે ઉર્વશી “રાઈટને? આમાંથી કેટલા જણાએ આ 4 દિવસમાં આવું કર્યું?” જોકે ભીડમાંથી તેને જોઈતો જવાબ ન મળ્યો. તે બોલી કે 9 દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો પાક્કું તમે ગરબા જ રમ્યા છો. એવા બોઉ બધા હશે જેનું નવમાં દિવસે સેટિંગ નહીં થાય તે આવતી નવરાત્રીનું રાહ જોતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!