Gujarat

રાજભા ગઢવી એ આપ્યા ખુશી ના સમાચાર ! ફોટો પોસ્ટ કરી ને લખ્યુ કે “આજ આનંદ ની હેલી….

ગુજરાતના લોકપ્રિય કલાકાર હાલમાં જ પોતાના ચાહકોને એક ખુશ ખબરી આપી છે, આ ખુશીનાં સમાચાર સાંભળીને અનેક લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ રાજભા ગઢવી ગીતાબેન રબારી સાથે લંડન પ્રવાસમાં હતા અને આ આ દરમિયાન જ તેમને ખુશ ખબરી આપી હતી. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ખુશીના સમાચાર આવતા ચારોતરફ રાજા ભા ગઢવીની જ ચર્ચાઓ થઈ રહી છે.

 

લંડનમાં રાજ ભા ગઢવીને જ્યારે certificate or appreciation એનયાત કરવામાં આવ્યું હતું ત્યારે તેમને
સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે, મારા વ્હાલા ગુજરાતીઓ તમારો રાજભા ઈંગ્લેન્ડ ની પાર્લામેન્ટમાં એવોર્ડ લેવા જઇ રહ્યો છે. તમે જે પ્રેમ આપ્યો આ એનો પરતાપ છે.ખરેખર આ વાત તેમના ચાહકોને સ્પર્શી ગઈ કારણ કે, આ એવોર્ડનો ફાળો તેમને પોતાના ચાહકને આપ્યો. અનોખી સિદ્ધિ મેળવવા બદલ તમામ ગુજરાતી કલાકારો અને તેમના સ્નેહીજનોએ તેમને અભીનંદન પાઠવ્યા છે.

આજ રોજ રાજભા ગઢવીના ઘરે ફરી એક ખુશીનો અવસર આવ્યો છે, તેમણે સોશિયલ મીડિયમાં આ વાતની જાણ કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજા ભા ગઢવીના આંગણે એક નાના બાળકનું આગમ થયું છે અને આ બાળકની તસ્વીર પોસ્ટ તેમને કરી છે. તમે વિચારશો કે આ બાળક કોનું છે, તો અમે આપને જણાવીએ કે આ બાળક તેમની બહેનનું છે. આ ખુશ ખબરી જણાવતા રાજ ભા ગઢવી એ જણાવ્યું કે,આજ આનંદ ની હેલી ચડી…મારી બેન ને ત્યાં ભાણું ભા.. આવ્યા જય હો માતાજી.

ખરેખર આ ખુશીનાં સમાચાર મળતાની સાથે જ તમામ ચાહકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આપણે જાણીએ છે કે, રાજ ભા ગઢવી અવારવાર નવાર પોતાના જીવન સાથે જોડાયેલી નાની મોટી ખુશીઓ અને આનંદદાયક અને પ્રેરણાદાયક પળો વિશે જણાવતા રહે છે, ત્યારે ખરેખર તેમના ચાહકો આ સાદગી અને તેમના નિખાલસ સ્વભાવના કારણે તેમના ચાહક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!