ગુજરાતના લોક લાડીલા સાહિત્ય કલાકાર એવા રાજભા ગઢવીને આ ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.. જુઓ તસ્વીરો
ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીરને સૌરાષ્ટ્ર સન્માન એવોર્ડ કરવામાં આવ્યો છે, આ એવોર્ડ મળતાની સાથે જ તેમણે પોતાની ખુશી ચાહકો સાથે શેર કરી છે. ખરેખર ખુશીના સમાચાર સાંભળતાની સાથે જ સૌ કોઈ ચાહકો અને તેમના સ્વજનોએ શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે.
રાજભા ગઢવીને આ એવોડ ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા એનાયત કરવામાં આવેલ છે. રાજભા ગઢવીએ કેપશનમાં લખ્યું છે કે,આજ રોજ સૌરાષ્ટ્ર સન્માન એવોર્ડ મા.હર્ષભાઈ સંઘવીના હસ્તે ઝી 24 કલાક ન્યુઝ દ્વારા મને આપ્યો. એથી હું આનંદની લાગણી અનુભવુ છું. આભાર ઝી 24 કલાક
રાજભા ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવીએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી. પોતાની આવડત અને કુશળતા નાં આધારે અભ્યાસ ના હોવા છતા પણ રાજભા ગઢવીએ અનેક રચનાઓ કરી છે તેઓ એક સારા લોક સાહિત્યકાર કવિ અને ગીતના રચયીતા પણ છે.
બાળપણથી જ રાજભા ગઢવી ગીરના જંગલોમાં કુદરત ના ખોળેજ ખેલીને મોટા થયા છે કે જે તેમની બોલવાની છટા અને તેમની ભાષા શેલીમાં જોઈ શકાય છે કેજે તેમને અન્ય કરતા અલગ અને ખાસ બનાવે છે તેમની વાણી અને બુલંદ અવાજ ના અનેક લોકો દિવાના છે અને એક સનાતન ધર્મ પ્રેમી છે, જેથી તેમના અકલ્પનિય યોગાદાન બદલ રાજભા ગઢવી સન્માનને યોગ્ય છે.