જે નેસમાં રાજભા ગઢવી નું જીવન વીત્યું એ નેસ છે આટલો સુંદર, રાજભા ગઢવી એ પોતાના નેસમાં જુઓ કેવી મોજ માણી જુઓ વિડિયો….
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ગાંડી ગીરના ખોળે રમીને મોટા થયા છે, આજે ભલે તેઓ ગુજરાત અને દેશ વિદેશમાં લોકપ્રિય હોય પરંતુ તે પોતના નેસને નથી ભૂલ્યા. આપણે જાણીએ છે કે અવારનવાર રાજભા ગઢવી ગાંડી ગીરના ખોળે મોજ માણવા માટે જાય છે. હાલમાં જ રાજભા ગઢવી એ પોતાના સોશિયલ મીડિયામાં એક રોલ્સ શેર કરી છે, આ રિલ્સમાં તમે જોઈ શકશો કે કઈ રીતે રાજભા ગઢવી એ ગીરના ખોળે સમય વિતાવ્યો છે.
રાજભા ગઢવી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ગીરની રિલ્સ ખૂબ જ લોકોને પસંદ આવી રહી છે, આ એક રિલ દ્વારા તમને ગીરની સંસ્કૃતિ, રિતી રિવાજ, રહેણી કહેણી સહિત ગીરની સુદંરતા તમે નીરખી શકશો. ખરેખર એક જ પળમાં ગીરની સફર તમે રૂબરૂ માણી લેશો. ખરેખર રાજભા ગઢવીને ગીર સાથે કેટલો અતૂટ નાતો અને લગાવ છે તે આ રીલ દ્વારા સમજાય જાય છે.
તમને જણાવી દઈએ કે, રાજભા ગઢવીનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લિલપાણી નેસ કેટલું મનમોહક અને રમણીય છે. રાજભા ગઢવી જ્યારે નેસમાં પહોંચે છે, તો એક માજી તેમના ઓવારણાં લઈને સ્વાગત કરે છે તેમજ ત્યારબાદ રાજભા ગઢવી એ માતાજીના દર્શન કર્યા અને લીલા નેસમાં વિચરણ કરીને ગીરની ગાયો અને ભેંસોને નિહાળી તેમજ ત્યારબાદ રાત્રીના સમય માતાજીની આરતી ઉતારીને સૌ લોકોએ સાથે મળીને ભોજન કરે છે.