રાજકારણ મા ખળભળાટ ! રાજદીપસિંહ રીબડા એ પી.એમ મોદી વિશે એવુ એવુ કીધું કે “તેમની જે એજ….
હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ માટે ચિંતાનો વિષય ગોંડલનો ગઢ છે કારણ કે એક સમયના બે પાક્કા મિત્રો આજે રાજનીતિના કારણે આમને સામને આવી ગયા છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જયરાજસિંહ તેમના પુત્ર ગણેશને ટિકિટ અપાવવા તખ્તો તૈયાર કરી રહ્યાં છે જ્યારે જયરાજસિંહના સાથી ગણાતા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પણ પોતાના પુત્ર રાજદીપસિંહને ટિકિટ અપાવવા મેદાને પડ્યા છે.
આપણે જાણીએ છે કે, રાજનીતિમાં ક્યારેય કોઈ કાયમી દુશ્મન અને દોસ્ત હોતું જ નથી. હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજામ પુત્ર રાજદીપસિંહ વિધાનસભાની ચૂંટણીમાં ઉભવા માટે તૈયારીઓ કરી રહ્યા હોય એમ હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે કારણ કે હાલમાં જ સોશીયલ મીડિયામાં રાજદીપનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાજદીપ સિંહ જણાવ્યું છે કે, તેમનું રાજનીતિમાં આઈકોનીક મોડેલ કોણ છે.
આ વીડિયો રાજદીપના સોશીયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે, વિટીવી ન્યૂઝ ચેનલ દરમિયાન જ્યારે રિપોર્ટર દ્વારા રાજદીપસિંહને પુછવામાં આવ્યું કે, તમારું રાજકીય મોડેલ કોણ છે, ત્યારે રાજદીપ જવાબ આપતા કહ્યું કે, રાજકીય રોલ મોડેલ આપના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. મારા રોલ મોડેલ એટલા માટે છે કારણ કે, તે આજે જે ઉંમરે તે એક્ટિવ છે ને તેમનામાં જે ઉત્સાહ અને ઉર્જા છે, એ કારણે તેઓ કોઈપણ સમયે દેશ માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.
મને એક યુવા તરીકે લાગે છે કે, એ જે ઉંમરે આટલા એક્ટિવ છે, તો મારે પણ તેમની સાથે રહીને તેમનામાંથી પ્રેરણા લઈને કંઈક કરવું જોઈએ અને મારે તેમની સાથે જોડાવું જોઈએ અને દેશની સેવા કરવી છે.આ સાથે જ રાજદીપ એ આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ઉર્જાવાન વ્યક્તિત્વ અને દ્રઢ ઈચ્છાશક્તિથી સુશોભિત નેતુત્વ આજે સૌ યુવાનો માટે એક આદર્શ સમાન છે. હવે જોવાનું એ રહ્યું કે, મોદીજીને રાજકિય રોલ મોડેલ માનનાર રાજદીપસિંહને ટિકિટ મળે છે કે નહીં. એટલું ચોક્કસ કહી શકાય કે રાજદીપ પોતાની વૈભવશાળી જીવન શૈલી અને સેવાકાર્ય માટે ખૂબ જ જાણીતા છે.
View this post on Instagram