રાજકોટ : ગોળી મારી હત્યા કરાયેલ દિલીપસિંહ વાઘેલાની હત્યા નો ભેદ ઉકેલાયો ! હત્યારુ બીજુ કોઈ નહી પણ….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજથી કોલવડામાં હથિયારના આઠ થી દસ ઘા ઝીંકીને કરાયેલી કરપીણ હત્યા થયેલ. હાલમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ત્યારે આરોપીનું નામ જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, ગાંધીનગર ભાજપના વોર્ડ નંબર – 7ના મહિલા કોર્પોરેટર સોનલબા વાઘેલાના પતિ એવા સસ્પેન્ડ પોલીસ જમાદાર ઘનશ્યામસિંહ વાઘેલાએ અગાઉની અંગત અદાવતમાં મરનારના પિતરાઈને 20 લાખની લાલચ આપી ટીપ મેળવીને સાગરિતો મારફતે સોપારી આપીને કરાવી હોવાનો લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
દિલીપસિંહ વાઘેલાની ગોળી મારી છરાના આઠ થી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવતાં પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી અલગ અલગ ટીમો બનાવીને તપાસનો દોર શરૂ કર્યો હતો. તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં મરનાર દિલીપસિંહને જુગાર રમવા માટે પત્તાની કેટ આપવા માટે કોલવડાનો ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા ગયો હોવાની હકીકત બહાર આવી હતી. જેની પાછળ એક સ્વીફ ડિઝાયર ગાડી પણ શંકાસ્પદ જોવા મળી હતી.
આજથી ત્રણ માસ પહેલા મરનાર દિલીપસિંહ સાથે પોલીસ જમાદાર ઘનશ્યામસિંહ, દસાડાનાં કોંગ્રેસના એક્સ ધારાસભ્ય તેમજ અન્ય એક ઈસમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે કોઈ બાબતે માથાકૂટ થતાં દિલીપસિંહે ત્રણેયને એટલા માર્યા હતા કે તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી હતી. ત્યારથી જમાદાર ઘનશ્યામસિંહ ખાર રાખીને બેઠો હતો. કેમકે પોતે ભાજપ મહિલા કોર્પોરેટર સોનલબા વાઘેલાનો પતિ હતો. અને રાજકીય તેમજ પોલીસ ખાતામાં પણ માર પડ્યા બાબતે ઈજ્જત ખોઈ ચૂક્યો હતો.
પ્રભાતજી ડાભી તેઓની સાથે વિપુલ ઠાકોર ઉર્ફે ટેણીયો તથા પ્રકાશ બારોટ ઉર્ફે ગઠીયો ઉર્ફે રઘુને લઇને જતો હતો. આમ પ્રિ પ્લાન મુજબ બનાવના ત્રણેક દિવસ અગાઉ એટલે કે રક્ષા બંધનના દિવસે ઘનશ્યામસિંહ તથા પ્રભાતજી ડાભીએ ધર્મન્દ્રસિંહને બહાર બોલાવેલ અને કામ જલ્દી પુરુ કરવા દબાણ કર્યું હતું. સ્વીફટ ડીઝાયર ગાડીમાં પ્રભાતજી ડાભી, વિપુલ ઠાકોર તથા પ્રકાશ બારોટ પાછળ પાછળ ગયા હતા. અને જમાદાર ધર્મેન્દ્રસિંહએ સામાન આપી રોડ ઉપર નિકળી તેઓને ઈશારો કરીને ટીપ આપી દીધી હતી.
જેનાં પગલે ત્રણેય જણાએ અંદર જઇ ફાયરીંગ કરી છરીના ઘા મારી દિલીપસિંહનું મર્ડર કરી નાસી ગયા હતા. જે ગાડી નારદીપુર પાસેથી પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હતી. આમ આ ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદારે પોતાની અંગત અદાવત સારૂ માણસાના ત્રણેય આરોપીઓને સોપારી આપી ધર્મેન્દ્રસિંહની મદદથી દિલીપસિંહની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.