Gujarat

તમારા જીવન મા ક્યારે પણ નહી જોઈ હોય રંગીલા રાજકોટ ની આ જુની તસવીરો ! જુઓ તસ્વીરો વર્ષો પહેલા કેવું દેખાતું રાજકોટ

રંગીલા રાજકોટની વાત જ કંઈક અનેરી રંગીલા રાજકોટની 100 વર્ષ પહેલાની BLACK & WHITE અને કલરફુલ તસવીરો જોઈને તમે પણ મોહી જશોરાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610માં કરવામાં આવી હતી અને ઠાકોરજી વિભજીએ 282 ચોરસ માઇલ વિસ્તારમાં શાસન કર્યું હતું. 1720માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેહદાર માસુમ ખાનએ શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું

મેરમનજીના પુત્રએ માસુમ ખાનને હરાવીને તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું.

100 વર્ષ પહેલા ત્રિકોણબાગ કેવુ દેખાતુ હતુ તે તમે આ તસવીરમાં જોશો તો તમે કદાચ ઓળખી નહીં શકો કારણ કે આ રસ્તાઓ પર પહેલા ઘોડાગાડી  અને હાથગાડી ચાલતી હતી.

પહેલાના સમયમાં રેસકોર્સમાં ઘોડાની રેસ થતી હતી. ઘોડાની રેસ સૌથી મોટી રમત માનવામાં આવતી. આજના સમયમાં અહિંયા સાંજ પડતા કોલેજના મિત્રો, પરિવારના લોકો અને બાળકોથી આખુ રેસકોર્ષ ઉભરાઈ જાય છે.

પહેલાના સમયમાં કંઈ એરઈન્ડિયા કે ઈન્ડિગોની જેવી વિમાની સેવા ન હતી. પણ ત્યારે મુંબઈની એલ ગોવિંદ એન્ડ સન્સના ડાકોટ વિમાન હતા. અંબિકા એરલાઈન્સના ઉડનખટોલા જેવા વિમાનો હતો.

રાજકોટથી મુંબઈનું ભાડુ 67 રૂપિયા હતું. જ્યારે રાજકોટથી મોરબીનું ભાડુ 10 રૂપિયા હતું. લોકોને ભાડુ મોંઘુ ન પડે એટલે મોરબી સ્ટેટ સબસીડી આપતુ હતુ.

કબા ગાંધીનો જે ડેલો છે, ત્યાં પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો પરિવાર રહેતો હતો. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીજી રાજકોટ સ્ટેટના દિવાન હતા.

રાજકોટમાં રાજાશાહી વખતનું અને એક સદી સુધી શહેરમાં પીવાના પાણીનું મહત્વનું સાધન હતું. આ લાલપરી તળાવમાંથી જ પહેલાના સમયમાં પાણી પુરૂ પાડવામાં આવતુ હતું.

રણજીત વિલાસ પેલેસ રાજકોટના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે. આ ફક્ત ઇતિહાસ અને સંસ્કૃતિને લીધે જ મહત્વપૂર્ણ નથી. લગભગ 225 એકર જમીનમાં ફેલાયેલું રણજીત વિલાસ પેલેસનુ નિર્માણ મહારાજા અમરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટથી આશરે 10 કિમીના અંતરે આવેલો ન્યારી ડેમ રાજકોટના સૌથી આકર્ષિત સ્થળોમાંથી એક છે.રાજકોટના જવાહર રોડ પર આવેલું “લંગ પુસ્તકાલય” શહેરનું સૌથી જૂનું પુસ્તકાલય છે, જે પ્રાચીન સાહિત્યના અમૂલ્ય સંગ્રહને ગૌરવ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!