Gujarat

રાજકોટ- લીંબડી હાઈ વે પર અકસ્માત થતા બાઈક સવાર નુ ઘટના સ્થળે જ કમકમાણી ભર્યુ મોત થયુ

રાજ્ય મા સતત અકસ્માતો ના બનાવ સામે આવી રહ્યા છે આના માટે આપણે જ જવાબદાર છીએ ઘણી વખત આપણે ટ્રાફીક ના નિયમો નુ પાલન નથી કરતા અને આવા બનાવો બને છે. લીંબડી રાજકોટ હાઈ વે પર વસ્તડીના પાટીયા પાસે અકસ્માત થતા એક વ્યક્તિ નુ કરુણ મોત થયુ છે.

લીંબડી રાજકોટ હાઈ વે અકસ્માત જનો તરીકે જાણીતો છે અનેક વખત અહી અકસ્માત નો ભોગ બન્યા છે. અનેક વાહનચાલકો નો અત્યાર સુધી મા જીવ ગયો છે. લીંબડી રાજકોટ હાઈ પર વસ્તડીના પાટીયા પાસે ફરી આવો જ એક અકસ્માત થયો છે. જેમાં બાઈક ચાલક નુ ઘટના સ્થળે જ કરુણ મોત થયુ છે જ્યારે એક વક્તિ ને ગંભિર ઈજાઓ થતા નજીક ની હોસ્પિટલે ખસેડવા મા આવ્યો છે. આ અકસ્માત બનતા ની સાથે જ ટ્રાફીક જામ ના દૃષયો સર્જાયા હતા.

આ અકસ્માત ની જાણ થતા જ લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને અકસ્માત નો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી હતી જયારે લાશ ને પોસ્ટ મોર્ટમ માટે લીંમડી ની સરકારી હોસ્પીટલે મોકલવામાં આવી હતી.આ કેસની વધુ તપાસ લીંબડી પોલિસ મથકના પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.

આ અકસ્માત બનતા જ રોડ પર ટ્રાફીક જામ  થયુ હતુ અને રોડ ની બંન્ન બાજુ એ લોકો ની ભીડ જામી હતી અને હાલ ટ્રક ચાલક અને બાઈક સવાર ની ઓળખ થય શકીનથી નથી વધુ વિગતો ની રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!