રાજકોટના જોશી પરિવારના દીકરાએ પોતાની પત્નીને જન્મદિવસ પર આપ્યું આ અનોખું ગિફ્ટ ! ચાંદ પર એક એકર જમીન…
મિત્રો તમને ખબર જ હશે કે ગઈકાલે ભારત માટે ખુશીનો અવસર હતો કારણ કે આપણા દેશે ચંદ્ર પર પણ આપણી છાપ છોડી દીધી છે, સમાચાર પત્રો તથા ન્યુઝ ચેલન દ્વારા તમને ખબર જ હશે કે ગઈકાલના રોજ આપણા ભારતની સ્પેસ રિસર્ચ સેન્ટર એવી ISRO એ લોન્ચ કરેલ ચંદ્રયાન 3 સફળતા પૂર્વક ચાંદ પર પોહચી ગયું છે જે આપણા દરેક માટે ગર્વની બાબત છે,એવામાં તમને ખબર જ હશે કે હાલના સમયમાં સૌ કોઈ ચાંદ પર જમીન ખરીદી રહ્યું છે.
હજી થોડા દિવસ પેહલા જ એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મામાએ પોતાની ભાણકી માટે જમીન ખરીદી હતી એવામાં ફરી એક વખત આવો જ કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં રાજકોટના એક યુવકે પોતાની પત્નીના નામે ચન્દ્ર પર એક એકર જમીન લીધી હતી અને ગિફ્ટમાં આપી હતી. આ એક એકર જમીનના ભાવની આંકણી વિશે વાત કરવાંમાં આવે તો આ જમીનના હાવ 3 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
જણાવી દઈએ કે રાજકોટના રહેવાસી એવા ચેતન જોશીએ પોતાની પત્ની ખુશી જોશીને જન્મદિવસની શુભકામનાઓ આપતા આવી અનોખી ભેટ આપી હતી, પત્ની ખુશી જોશીને આવું અનોખી ભેટ મળતા તે ખુબ જ ખુશ થઇ હતી કારણ કે તમે સામાન્ય રીતે જોયું હશે કે લોકો ગિફ્ટ તરીકે ગાડી,કપડા અથવા તો બીજી કોઈ કિંમતી વસ્તુઓ આપતા હોય છે પરંતુ ચેતન શાહે ચાંદ પર જમીન ખરીદીને સમાજમાં નવો દાખલો બેસાડ્યો હતો, એટલું જ નહીં અનેક ગીતો તથા ફિલ્મી ડાયલોટ પણ આવે છે જેમાં હીરો કહે છે કે ‘મેં તેરે લિયે ચાંદ તારે ટોડ લાઉંગા’ તેવું જ કાંઈક કામ ચેતન જોશીએ કર્યું છે તેમ પણ કહી શકીએ.
ચંદ્ર પર જમીન ખરીદનારા વિશે જો વાત કરવામાં આવે તો બૉલીવુડના સુશાંત સિંહ રાજપૂતે પણ ચાંદ પર જમીન ખરીદી હતી, પરંતુ હાલ તે કલાકાર તો આ દુનિયામાં નથી રહયા પરંતુ તેમની ચાંદ પર જમીન યથાવત જ રહી છે. ચાંદ પર જમીન ખરીદવા બાબતે કોઈ એવા નિયમો નથી કે કોઈ પણ ના ખરીદી શકે, દરેક લોકો ચાંદ પર જમીન ખરીદી શકે છે જેના માટે વિદેશી કંપનીમાં અરજી કરવી પડે છે અને નિર્ધારતી જમીનની કિંમતની ચુકવણી કરવી પડે છે.
જો તમે ચાંદ પર જમીન ખરીદવાની ઇચ્છા ધરાવતા હોવ તો https://lunarregistry.com પર ઓનલાઇન અરજી કરી શકો છો ,જેમાં અરજી મંજુર થયા બાદ જરૂરી દસ્તાવેજ જમા કરાવીને જમીનના દસ્તાવેજો મળી જાય છે જેના પરથી પ્રમાણપત્રો તેમ જ તેની સાથે જમીનનું રજિસ્ટ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થાય છે જે પુરાવો આપે છે કે તમે ચાંદ પર જમીન ખરીદેલ છે.