Gujarat

રાજકોટ મા 3 વર્ષ ના માસુમ બાળક ની લાશ એવી હાલત મા મળી કે આખો પરિવાર ધૃજી ગયો ! વાલીઓ ખાસ વાંચે

હાલમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો બન્યો છે, ઘટના જાણીને તમારું પણ હૈયું કંપી જશે કારણ કે હાલમાં જ રાજકોટ મા 3 વર્ષ ના માસુમ બાળક ની લાશ એવી હાલત મા મળી કે આખો પરિવાર ધ્રુજી ગયો હતો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે બનાવ કઈ રીતે બન્યો તે અંગે જાણીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કદ, કે મોરબી રોડ પર રાધિકા પાર્કમાં રમત રમતા ઘરમાંથી નિકળેલો માસૂમ બાળક ગાયબ થઈ જતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શૉધખોળ દરમિયાન બાજુમાં ચાલતી બાંધકામ સાઇટના ટાંકામાંથી માસુમ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટના અંગે વધુ વિગત જાણીએ તો જગદીશભાઇ ભોગાયતા અને ઉર્મિલાબેન ભોગાયતાનો 3 વર્ષનો પુત્ર દેવરાજ ગઇકાલેગૂમ થઇ જતાં શોધખોળ કરવામાં આવી હતી. જેમાં બાળક બાજુમાં નવા બનતા મકાનની સાઇટના ટાંકામાંથી બેભાન હાલતમાં મળી આવેલ પરંતુ બાળકનો જીવ ચાલ્યો ગયો. મૃત્યુ પામનાર દેવરાજ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. પિતા જગદીશભાઇ બાંધકામ અને જમીન મકાનનો ધંધો કરે છે.

ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, ગઇકાલે બપોર બાદ દેવરાજ રમવા માટે બહાર ગયો હતો. થોડીવાર બાદ માતા ઉર્મિલાબેન તેને બહાર બોલાવવા ગયા ત્યારે જોવા ન મળતાં આકુળ વ્યાકુળ થઇ આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ પત્તો મળ્યો નહોતો. દરમિયાન એક પડોશીએ બાજુમાં બનતા મકાનની સાઇટ ઉપર તપાસ કરતાં ત્યાં દેવરાજ ટાંકામાં તરતો મળી આવ્યો હતો. ટાંકો ખુલ્લો રાખનાર આ સાઇટ મલિક સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું અને આ બનાવથી દરેક વ્યક્તિએ શીખ લેવી જોઈએ કે, ક્યારેય પણ બાળકને એકલા ન છોડો અંશ બને ત્યાં સુધી બહાર એકલા રમવા ન મોકલવા જોઇએ કારણ કે આવી દુઃખદ ઘટનાઓ અનેકવાર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!