Gujarat

રાજકોટ : ઘાડપાડું ગેંગ બંગ્લા મા ઘુસે એ પહેલા જ પોલીસ પહોંચ ગઈ અને પછી સર્જાયા ફીલ્મ દૃશ્યો

હાલના સમયમા રાજ્ય મા ગુનાખોરી નુ પ્રમાણ ખુબ જ વધી ગયું છે. જેમા લુટ , રેપ , ખુન જેવી ઘટના ઓ સતત વધી રહી છે. જ્યારે પોલીસ પણ આ બાબતે સતર્ક રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવાનો સતત પ્રયાસ કરી રહી છે ત્યારે હાલ જ રાજકોટ મા એક ઘટના સામે આવી હતી જેણા ધાડપાડું ગેંગ ગુના ને અંજામ આપે એ પહેલા જ પોલીસ ત્યા પહોંચી ગઇ હતી અને પોલીસ અને ગેંગ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું હતુ.

આ ઘટના અંગે મળતી માહીતી મુજબ રાજકોટ શહેર ના પોશ વિસ્તાર ગણાતા અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-2માં રાજેશભાઈ પટેલ ના ઘરે ગત રાત્રી 2 વાગ્યા ના સમયે આ ધાડપાડું ગેંગ ત્રાટકી હતી. આ અંગે રાજકોટ શહેર ના સ્પેશિયલ ઓપરેશન ગૃપ ને પહેલે થી જ બાતમી અને માહીતી મળી હતી કે ધાડ પાડું ગેંગ આ સોસાયટીની રેકી કરી રહ્યા છે. જ્યારે ગત રાત્રી ના આ ગેંગ ઘર મા ઘુસે એ પહેલા જ પોલીસ કાફલા ત્યા પહોંચી ગયો હતો અને બન્ને વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું.

આ ઘટના મા પોલીસ અને ગેંગ વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતુ જેમા ગેંગ ઈસમો ધ્વારા વિચિત્ર ધારદાર પથ્થર જેવા પદાર્થ થી પોલીસ પર હુમલો કર્યો હતો જ્યારે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરતા સામું ફાયરિંગ કર્યુ હતુ. જેમા ફીલ્મ દૃશ્યો સર્જાયા હતા અને ગેંગ ના બે ઈસમોને ઈજાઓ થઇ હતી જ્યાર બે ની ઈસમો ની અટકાયત કરી હતી જયારે આ ઘર્ષણમા પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડવા મા આવ્યા હતા જયારે તેવો હવે સ્વસ્થ હોવાનું માલુમ પડ્યુ છે.

આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યું હતુ કે પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. જ્યારે આ ઘટના મા ફરીયાદી પરીવાર પોલીસ નો આભાર માન્યો હતો અને કીધું હતુ કે “ભગવાન દ્વારકાધીશ પર અમને ખૂબ મોટો ભરોસો છે. પોલીસ તમારા માટે કાળિયો ઠાકર બનીને આવી હતી. જો પોલીસ ન આવી હોત તો અમારા ઘરે ન બનવાની ઘટના બની હોત. અમે સમગ્ર મામલે સીપી સાહેબ, ગૃહ મંત્રી સહિતનાઓનો આભાર માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!