Gujarat

રાજકોટ મા પણ ધંધુકા જેવી ઘટના થતા થતા રહી ગઈ ! 25 વિધર્મી લોકોએ હિન્દુ યુવાન….

હાલમાં જ્યાં જુઓ ત્યાં ધંધુકામ બનેલ હત્યાકાંડની ચર્ચાઓ વધુ થઈ રહી છે, ત્યારે હાલમાં જ આવી ઘટના સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં બની છે.ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતાં વિધર્મી 25થી વધુ લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયી છે. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ આ ઘટના વિશે સંપૂર્ણ વિગતો જાણીએ.

રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના મામલે ભક્તિનગર પોલીસે વાહનમાં તોડફોડ કરનાર એક શખ્સની કરી ધરપકડ છે. જેમાં પોલીસે વાહનમાં તોડફોડ કરનાર સલીમ દલ નામના શખ્સની કરી ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં ધાર્મિક સ્ટેસ્ટ મુકવા બાબતે બોલાચાલી અને ગાળા ગાળી થવા પામી હતી જે બાદ ગઇકાલે રાત્રીના વાહનમાં તોડફોડ ની ઘટના સામે આવી હતી.

સોશિયલ મીડિયા પર રાજકોટ પોલીસની નજર છે. આવી કોઈપણ ઉશ્કેરણી જનક પોસ્ટ મુકશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક સમાજના લોકો સાથે મળી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી.કોઈપણ ઉશ્કેરણી જનક પોસ્ટ મુકશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં રહેતા વિનય ડોડિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી, જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલિટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગંદી ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં, બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતાં પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.હાલમાં રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર મામલા ની સપૂર્ણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!