રાજકોટ : વ્યાજચક્ર ના વિષ મા આખો ધોળકિયા પરિવાર હોમાઈ ગયો ! પત્ની પુત્ર ના મોત બાદ કિર્તીભાઈ ધોળકિયા પણ મોત ને ભેટયા !જાણો પુરી ઘટના
આપણે જાણીએ છે કે, વ્યાજખોરોના ત્રાસ લીધે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, વ્યાજચક્ર ના વિષ મા રાજકોટ આખો ધોળકિયા પરિવાર હોમાઈ ગયો. આ બનાવ અંગે અમે આપને વધુ વિગત જાણીએ. 18 નવેમ્બરની મોડી રાતે કિર્તીભાઈ, માધુરીબેન અને ધવલે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી વેપારી દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને રાજકોયના ધોળકિયા પરિવારે ઝેરી પીધી હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પહેલા માતા અને પુત્રનું નિધન થયું અને ગઈકાલે ઘરના મોભી કિર્તીભાઈએ પણ દમ તોડી દેતા સોની પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જ્યારે વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, IPC 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
મૃતક ધવલની પત્ની અમરેલી પિયર ગઈ હતી. ધવલ તેના પિતા સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. પિતાએ પુત્રને વાત કરી હતી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. આથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી અને દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત કિર્તીભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું.
વ્યાજખોરો સામે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજયરાજસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સોની પરિવારના કીર્તિભાઇ ધોળકિયાએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરો વારંવાર આપતા હતાં.બે જેટલા વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે.
સોની પરિવારના સભ્ય તુષારભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, અમારી દુકાન અને કિર્તીભાઈની દુકાન આજુબાજુમાં જ છે. શનિવારે ત્રણેયે દવા પીધી હતી. રવિવારે ધવલનું તો સોમવારે માધુરીબેનનું નિધન થયું હતું. આજે કિર્તીભાઈ પણ અમારી વચ્ચે ન રહીને દમ તોડી દીધો છે. પોલીસે પાસે એવી જ માગ છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. બે આરોપીની ધરપકડ કરી છે અને હજી બે આરોપી પકડાવાના બાકી છે. બને તેટલી વહેલી તકે આ આરોપીને પકડે તેવી અપેક્ષા છે.
તુષારભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, એક આરોપીના પિતા હોસ્પિટલમાં આવીને ધવલને કહ્યું હતું કે, તમારે આ ક્યાં કરવાની જરૂર હતી. તમે બધા સાજા થઈ જાવ વહેલીતકે અને તમારી બધી રકમ માફ કરીએ છીએ. બાદમાં અમે પોલીસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ધવલની તબિયત એકદમ સારી હતી અને તેણે જ પોલીસને સાનભાનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને તેના પરથી જ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આરોપીના પિતાને મળ્યા બાદ ડરના કારણે ધવલની તબિયત બગડી હતી અને જીવ ગુમાવ્યો હતો.