Gujarat

રાજકોટમા 90 વર્ષ ના દાદીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી….

આત્મહત્યા કરવી એક સામાન્ય વાત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત રાજ્યમાંથી અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા હોશ જ ઉડી જતા હોય છે, અમુક વખત કોઈ ઘર કંકાશને લીધે, અમુક વખત આર્થિક સ્થિતિને લીધે તો અમુક વખત બીજા કોઈ ટેંશનમાં આવીને લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે, મોટી ઉંમરના વ્યક્તિઓની શું વાત કરવી હાલ તો યુવાનો પણ આત્મહત્યા કરતા થઇ ગયા છે.

એવામાં ગુજરાતના રાજકોટ શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક માડીએ ગળેફાંસો ખાયને આત્મહત્યા કરી લીધી હતી, આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ એટલું ચોંકાવનારું હતું કે સૌ કોઈ દંગ જ રહી ગયું હતું, આસપાસના વિસ્તારોની અંદર આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગયો હતો, જણાવી દઈએ કે રાજકોટ શહેરના કુવાડવાની અંદર આ દુઃખદ ઘટના બની હતી.

શહેરના કુવાડવાની અંદર આવેલ રોહિદાસપ્રાણી અંદર વસવાટ કરતા કદવીબેન પાલાભાઇ જાદવ(ઉ.વ.90) સવારે 9 વાગ્યાના ટકોરે ઘરમાં જ હુક સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાય લીધો હતો,કડવીબેને જયારે આત્મહત્યા કરી ત્યારે પૌત્ર ઘરમાં સૂતો હતો એવામાં તેણે ઉઠીને આવીને જોયું તો કડવીબેન જમીન પર નીચેલા પડેલા જોવા મળ્યા હતા જયારે હુક સાથે દુપટ્ટો બાંધેલ જોવા મળ્યો હતો.

એવામાં બાને આવી હાલતમાં જોઈને પરિવારજનોએ 108 ને આ ઘટના અંગે જાણ કરી હતી જે બાદ 108 ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં સારવાર દરમિયાન જ કડવીબેનનું નિધન થયું હતું, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે કડવીબેનને શ્વાસ લેવાની બીમારી હતી જેને લઈને તેઓને માનસિક રીતે પણ અસ્વસ્થ રહેતા હતા એવામાં આવી બીમારીથી કંટાળીને કડવીબેને જીવલેણ પગલું ભરી લીધું હતું તેવું તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!