રાજકોટમાં મહિલાનો જન્મદિવસ જ બની ગયો જીવનનો અંતિમ દિવસ ! બે બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી, પુરી ઘટના જાણી તમે ભાવુક…
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો નાની નાની વયના બાળકોને પણ હાર્ટઅટેક આવી રહ્યો છે એવામાં આખા ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે,એવામાં હાલ એક ખુબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે કારણ કે આ ઘટનાની અંદર એક મહિલાનું જન્મદિવસના દિવસે જ મૃત્યુ થયું હતું, જે દિવસે જન્મ થયો તે જ દિવસે મરણ થઇ તે કેટલી દુઃખદ વાત કહેવાય.
રાજકોટ શહેરમાંથી આ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં આજી ડેમ ચોક પાસે આવેલ અનમોલ પાર્ક 1માં રહેતા સૌરાષ્ટ્રના ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નીશિતાબેન રાઠોડ(ઉ.વ.36) નો જન્મદિવસ ગઈકાલના રોજ હતો એવામાં જયારે તેઓ ગઈ કાલના રોજ બાપરે જયારે ઘરમાં રોટલી બનાવી રહ્યા હતા ત્યારે તેઓની અચાનક જ તબિયત લથડી હતી જે બાદ તેઓ બેભાન થઈને નીચે ઢળી પડયા હતા,એવામાં તેઓને તાત્કાલિક 108ના મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા.
તબિયતમાં સુધાર આવે તે માટે થઈને સિવિલ હોસ્પિટલથી તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મેકલી દેવામાં આવ્યા હતા જ્યા તેઓનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું.આ ઘટના ઘટયા બાદ મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા મૃત્યુનું કારણ સામે આવતા જાણવા મળ્યું હતું કે મૃતક નીશિતાબેન રાઠોડની ગર્ભાશયની કોથળી ફાટી જતા તેઓને હદયરોગનો હુમલો આવ્યો હતો જેના લીધે તેઓ મૌતને ભેટી પડ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમ પણ મોટો ખુલાસો થયો હતો કે નીશિતાબેનને બીજી અન્ય કોઈ બીમારીના પણ શિકાર હતા નહીં. આ ઘટનાને પગલે અનેક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે નીશિતાબેનનું જન્મદિવસના દિવસે જ મૃત્યુ થયું હતું, જાણવા મળેલ છે કે તેમના પતિ ધર્મેશભાઈ ઉર્ફે અક્કી જાણીતા ડીજે ધરાવે છે. મૃતક નીશિતાબેનને એક 12 વર્ષીય અને 7 વર્ષીય પુત્રી પણ છે જેણે હવે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.