રાજકોટ : વાલીઓ જરૂરથી વાંચે !! ફક્ત અઢી વર્ષનો માસુમ પથ્થર ગળી જતા ઓક્સીજન લેવલ ઘટવા લાગ્યું, ડોકટરે બચાવ્યો જીવ..
હાલાં વેકેશનનો માહોલ છે, ત્યારે બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો રમતમાં ને રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે. આ કિસ્સો દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. ચાલો અમે આપને આ બનાવ અંગે વિગતવાર માહિતી જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ ઘટના બની.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આજથી દોઢ મહિના બાળક રમતા રમતા પથ્થર ગળી ગયેલો અને આ પથ્થર બાળકની શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો.જેથી બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો અને ઓક્સિજન લેવન ઓછું થતું હતું. આ કારણે માતા પિતાએ તાત્કાલિક જ બાળકનું સચોટ નિદાન કરાવતા જાણ થઇ કે, પથ્થર શ્વાસનળીમાં ફસાયેલો છે, જેથી બાળકને તકલીફ થતી હતી.
આવી ગંભીર પરિસ્થિતિમાં શ્વાસનળીમાં દૂરબીન વડે તપાસ કરતા જાણવા મળ્યું કે, પથ્થર શ્વાસનળીની દીવાલ સાથે ચોંટી ગયો છે અને આજુબાજુ કફ પણ છે. શ્વાસનળીની દીવાલ પર સોજો પણ આવી ગયો હતો. તુરંત જ દૂરબીન વડે પથ્થર અને કફ બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.આ ઓપરેશનને બ્રોનકોસ્કોપી કહેવાય છે.
નાનાં બાળકોની શ્વાસનળી ખૂબ જ નાજુક અને સાંકડી હોય છે. તેમાં માત્ર 3MMનું દૂરબીન ઉતારી ફસાયેલી વસ્તુ ગણતરીની મિનિટોમાં કાઢીને બાળકોનો જીવ બચાવવામાં આવ્યો હતો.આ ઘટના દરેક માતા-પિતાઓ માટે ચેતવણી સમાન છે, જેથી બાળકની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.