રાજકોટ શહેર મા 17 વર્ષ ની કીશોરી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે I am sorry…
હાલ રાજ્યમાં અનેક મોટા શહેરોમાં આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને મોટા શહેરોમાં આપઘાતના કિસ્સાઓ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ એક આપઘાત નો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો રમેશ 17 વર્ષની કિશોરીએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કિશન પાર્કમાં પોતાના પિતા સાથે રહેતી ૧૭ વર્ષની કિશોરી કે જેનુ નામ આયુષી રાવલ જાણવા મળેલ છે જેને પોતાના ઘરે ગળાફાંસો બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આયુષી રાવલે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી.
આ ઘટના ની જાણ થતા ની સાથે જ તાત્કાલિક સ્થાનીક પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને તપાસ હાથ ધરી આ ઉપરાંત જરુરી પંચનામું કરી લાશ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મા આવી હતી જ્યારે પોલીસ આયુષી પાસે થી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમા આયુષી લખ્યુ હતુ કે , “હું ઘણા સમયથી ડિપ્રેશનમાં છું. મારા આપઘાત પાછળ કોઈનો વાંક નથી. આઈ એમ સોરી, હું જીવી નહીં શકું.”
આત્મહત્યા કરનારી આયુષી ના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે અને પોતે પિતા સાથે રહીને અભ્યાસ કરતી હતી. ત્યારે ડીપ્રેશન ના કારણે આપઘાત કરવાનુ પગલુ ભર્યુ છે એવુ પ્રાથમીક તપાસ મા સામે આવ્યુ હતુ.