રાજકોટ : ટપોરીએ જાહેર મા યુવતી ને માર મારી ! લોકોએ એ બચાવી અને અંત મા રીક્ષા વાળા એ છે કર્યુ?? જુવો વિડીઓ
સુરતમાં જે રીતે જાહેરમાં હત્યા થઈ હતી એવી રીતે તો રોજબરોજ જાહેરમાં એવા ગુન્હા બની જાય છે કે, ત્યારે વિચાર આવે કે જાહેર જનતાની સુરક્ષા અર્થે તૈનાત પોલીસ શું કરી રહી છે? હાલમાં જ એક ખૂબ જ ચોંકાવી દેનાર ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમને પણ આશ્ચય થશે કે શું ધોળે દિવસે આવી ઘટના બની તો પોલીસ ની નજર કેમ ના ગઈ.
હાલમાં જ રાજકોટમાં એક એવી ચોંકાવી દેનાર ઘટના બની કે,
મનહર પ્લોટ રોડ પર ધોળે દિવસે આધેડ દ્વારા હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિને પકડી લઈ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન જ તાત્કાલિક રીક્ષાચાલક સહિત અનેક લોકો યુવતી ને બચાવવા આવી ગયા હતા. અથાગ પ્રયત્નો દ્વારા આખરે એ નરાધમ આધેડની ચુંગાલમાંથી આ યુવતીને છોડાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાસીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
સીસીટીવીમાં જોવા મળ્યું છે કે, હોસ્પિટલનાં ડ્રેસમાં એક યુવતી મનહર પ્લોટ રોડ પરથી પસાર થઈ રહી છે. ત્યારે જ એક આધેડ અચાનક યુવતિની સામે આવીને તેણીને પકડી લે છે. બાદમાં તેને ફડાકા પણ મારવા લાગે છે. આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતો એક રીક્ષાચાલક વચ્ચે પડી યુવતિને છોડાવવાનો પ્રયાસ કરે છે. . સદનસીબે હિંમતવાળા રીક્ષા ડ્રાઇવરે આ શખ્સથી દીકરીની લાજ બચાવી હતી. અને બાદમાં લોકો પણ રીક્ષાચાલકની મદદે આવી પહોંચ્યા હતા..
જાહેરમાં યુવતિને માર મારવાની ઘટના બની છે. ત્યારે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે, આ ઘટના અંગે અનેક પ્રકારની ફરિયાદ કરવા કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ઘટે છો તો કેવા પ્રકારના પગલાં સરકાર દ્વારા લેવામાં આવે છે
રાજકોટઃ ટપોરીએ દિનદહાડે સરાજાહેર યુવતિને પકડી માર માર્યો, બહાદુર રીક્ષાચાલક સહિત સ્થાનિકોએ માંડ બચાવી pic.twitter.com/wbMuUgcMQC
— Watch Gujarat (@WatchGujarat) May 10, 2022