Gujarat

આ કોઈ સોનાની સંદૂક નથી ! રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નની કંકોત્રી છે , જાણો કંકોત્રી ની ખાસીયત

આપણે સૌ કોઈ જાણીએ છે કે, માતા પિતાની ઈચ્છા હોય છે કે, તેમના દીકરાના લગ્ન ધામધૂમ થી થાય. ત્યારે જ એક ઉદ્યોગપતિનાં દીકરાના લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બન્યો હતો. થોડા વર્ષો પહેલા જ દીકરાના લગ્ન જે પ્રાગ મહેલમાં થયા હતા જે ખુબ ચર્ચિત રહ્યા હતા. ત્યાર બાદ ફરી એકવાર તેમના દીકરાના લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બન્યું હતું.

તમને સૌ કોઈને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ સામાન્ય કંકોત્રી નથી. ખુબ જ આકર્ષક અને વૈભવશાળી છે. આ કંકોત્રીમાં ખાસ વસ્તુઓ પેક કરવામાં આવી છે, તેમજ આ કંકોત્રી શા માટે વખાણવામાં આવી રહી હતી, તેના વિશે અમે આપને જણાવીશું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્નની કંકોત્રીને રજવાડી લૂકની છે અને આ. 4 કિલો 280 ગ્રામની કંકોત્રીમાં 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના કાર્યક્રમોની યાદી આપી હતી.

કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેના પાના રાખવામાં આવ્યા છે. કાપડ અને ધાતુના ઉપયોગથી કંકોત્રી પર લખાણ કરવામાં આવ્યું છે. સાથે જ કંકોત્રીમાં કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ ભેટ સ્વરૂપે મૂકાયા છે.

જાજરમાન લગ્ન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસના કાર્યક્રમમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાઈ હતી. એ જ દિવસે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપ્યું હતું અને 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવી હતી. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાયા હતા. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌથી મહત્વની વાત એ હતી કે,આ લગ્ન એ મહેલમાં થયા હતા, જ્યા પ્રિયંકાએ લગ્ન કર્યા હતા અને અહીંયા એક ડિશનાં ભોજન નો ભાવ 10 હજાર થી વધુ છે તેમજ એક દિવસ રોકાવના લાખો રૂપિયા કિંમત ચુકાવી પડે છે.ખરેખર આ લગ્ન તો અંબાણી પરિવારના લગ્નને ઓછેરા લગાવે એવા ભવ્ય લગ્ન થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!