ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત !! રામ મંદિર ગર્ભગૃહમાં ફક્ત મળશે 5 લોકોને પ્રવેશ જેમાંથી 2 આપણા ગુજરાતીઓ.. જાણો કોણ છે…
હિન્દૂ ધર્મના એક એક વ્યક્તિ માટે આજનો દિવસ ખુબ વધારે મહત્વનો છે કારણ કે આજ રોજ એટલે કે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ મહાઉત્સવ અનુક્રમે આખા દેશના ખૂણે ખૂણે ખુબ જ જોરો શોરોથી ઉજવણી તો કરવામાં આવી રહી છે પણ સાથો સાથ દરેક લોકો ભગવાન શ્રી રામની ભક્તિમાં ડૂબ્યા છે, 500 વર્ષ પેહલા દરેક ભારતીઓએ જોયેલ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે.
તમને ખબર જ હશે કે દેશના ખૂણા ખૂણા માંથી અનોખી અનોખી રીતે આ મંદિરની અંદર દાન કરવામાં આવ્યું હતું જયારે નાના નાના વેપારીઓ કે દુકાનદારો આ ઉત્સવને લઈને એટલા બધા ઉત્સુખ છે કે આજ રોજ અનેક જગ્યા અનેક વસ્તુઓને રામજીના પ્રસાદ તરીકે ફ્રીમાં રાખવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો આપણા ગુજરાતીઓ દાન કરવામાં પણ મોખરે છે કારણ કે સૌથી વધારે દાન આપણા ગુજરાતના મોરારી બાપુએ આપ્યું છે જેની રકમ 11.3 કરોડ છે.
જયારે બીજા નંબર પર સુરતના ગોવિંદભાઇ ધોળકિયા આવે છે, એવામાં વધુ એક ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત સામે આવી છે તો ચાલો તેના વિશે જાણીએ.તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરના ગર્ભગૃહની અંદર ફક્ત 5 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેમાં ખાસ વાત એ છે કે આ પાંચ લોકોમાં બે ગુજરાતી છે, ખરેખર આ ગૌરવની વાત કહેવાય કારણ કે દેશના સૌથી મોટા મંદિરમાં ગર્ભગૃહમાં પેહલો પ્રવેશ મળશે.
આ પાંચ સભ્યોમાં પેહલા તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દભીઈ મોદી, RSS ના વડા મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્ય પુજારીને પ્રવેશ આપવામાં આવશે, આમાં નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબેન પટેલ ગુજરાતી છે.