Gujarat

ગુજરાતના આ શહેરના રામભક્તે બનાવી 108 ફૂટ લાંબી ધુપસડી! અયોઘ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ધામધૂમથી લઈ જવામાં આવશે, જુઓ તસવીરો

આપણે જાણીએ છે કે, ભારતના તમામ લોકો એ દિવસની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. હાલમાં સૌ શ્રદ્ધાળુઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન પણ આપવામાં આવી રહ્યું છે. આ મંદિરના નિર્માણ કાર્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને સાધુસંતો સહિત તમામ મહાનુભવાઓએ દાન અપર્ણ કરી રહ્યા છે, સાથો સાથે અનેક રામભક્તો ભગવાને રીઝવવા અનેક કાર્ય કરી રહ્યા છે.

હાલમાં જ ગુજરાતના વડોદરા શહેરના રામ ભક્ત અને વ્યવસાયે ખેડૂત અને પશુપાલક એવા તરસાલીના રામભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફૂટ લાંબી અને સાડાત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપસળી ડિસેમ્બર માસના અંતમાં સુધીમાં વડોદરા થી અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી અયોધ્યા ખાતે પહોંચાડવમાં આવશે, ખરેખર આ એક ગૌરવશાળી ક્ષણ કહેવાય.

જાણીને નવાઈ લાગશે કે સાડા પાંચ લાખના ખર્ચે બનાવેલી વિશાળ ધૂપસળીપોણા ચાર લાખ રૂપિયા ના ખર્ચે અયોધ્યા મોકલવામાં આવશે. ભવ્ય કાર્યક્રમ કરી શોભાયાત્રા સાથે ધૂપસળી અયોધ્યા પહોંચશે.

રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાના રામ ભક્તે બનાવેલી ભવ્ય અને વિશાળ ધૂપસળીની સુવાસ પ્રસરશે.

108 ફૂટ લાંબી ધૂપસળી બનાવવા માટે ગુગળ ધૂપ, ઘી,કોપરા નું છીણ, હવન સામગ્રી ,ગાયના છાણના પાવડર સહિત વિવિધ પ્રકારની કુલ 3428 કિલો સામગ્રી વાપરવામાં આવી છે.91કિલો ગીરની ગાયનું ઘી, 376 કિલો ગૂગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાનું છીણ, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગાયના છાણના પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર આવા રામભક્તને કોટી કોટી વંદન છે અને સારા કાર્યમાં તો ભગવાન પણ ભેળે રહીને કામને પૂર્ણ કરાવે છે.

Photo credit : Sandeshnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!