કથાકાર રમેશભાઈ ઓઝાએ કરેલા નિવેદન ને લીધે માલધારી સમાજ રોષે ભરાયો ! નિવેદન એવું કર્યુ હતુ કે
હાલ ના સમય મા ગુજરાત મા વિવાદો નો દોર સતત ચાલી રહ્યો છે સ્વામીનારાયણ સ્વામી ના વિવાદ વાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમા કથાકાર રમેશભાઈ ઓઝા ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ પશુપાલકોને લઈને કરેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. માલધારી મહાપંચાયત દ્વારા કથાકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે વિગતે વાત કરવા મા આવે તો મોરબી ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી ગઈકાલે રમેશ ઓઝાએ સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓ મામલે એક નિવેદન કર્યુ હતુ. જેમા રમેશભાઈ ઓઝાએ કીધુ હતુ કે ”નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.’
આ નિવેદન બાદ માલધારી ઓ મા રોષ ભભૂકી ઉઠ્યો છે અને માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, ‘કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો અને જે ભાષા-શબ્દનો ઉપયોગ કર્યો છે, તે કથાકાર તરીકે અને ધાર્મિક સંત તરીકે દુર્ભાગ્ય પણ ગણી શકાય. આવા કથાકારો અને સંતોને કારણે 98 ટકા સારા સંતો અને કથાકારોને નીચું જોવું પડે છે.’
તેમણે જણાવ્યું કે, ‘વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને ઠપકો આપ્યો, વ્યાસપીઠની ગરીમા જ તેમને ખબર નથી કે તેની કેટલી મોટી ગરીમા છે. વ્યાસપીઠ પરથી પશુપાલકોને તેમણે ઠપકો આપ્યો, એ ઠપકો ક્યારે વ્યાજબી ગણાય તેમણે સાથે-સાથે એ પણ કહેવાની જરૂર હતી કે, ગુજરાતના 2300 ગામમાંથી ગૌચર ગાયબ છે, તેને બે પગવાળા આખલા ગળી ગયા છે. પરંતુ તેમણે બસ માત્ર ગરીબોને જ ઠપકો આપ્યો.’ આ ઉપરાંત નાગજી દેસાઈએ કહ્યું કે, તાત્કાલિક રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજની માફી માંગવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર Gujaratiakhbar.com કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.