રાણા રાવટીયા મામેરા આવ્યા રે! અનંતના લગ્નમાં નીતાબેનનું ધામધૂમથી મામેરું ભરાયું, જુઓ આ ખાસ તસવીરો આવી સામે….
અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ છે. અંબાણી પરિવાર ધનવાન હોવા છતાં પણ પોતાના રીતિ રિવાજનું ચુસ્તપણે પાલન કરે છે. ગુજરાતી પરંપરા પ્રમાણે જ અંબાણી પરિવારે ઈશા અને આકાશના લગ્ન કર્યા છે, એવી જ રીતે અનંતના લગ્ન પણ થઇ રહ્યા છે. ગઈકાલના રોજ એન્ટિયામાં મામેરાનો પ્રસંગ યોજવામાં આવ્યો. હાલમાં સોશિયલ મીડિયા પર આ ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને તમે વખાણ કરતા નહીં થાકો.
અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધને બંધાશે. આ પહેલા ગુજરાતી પરંપરા અને રીતિ રિવાજ મુજબની રસમ યોજાશે. ગઈકાલના રોજ મામેરાનો પ્રસંગ યોજાયેલ. નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ મોંઘેરું મામેરું લઇને આવ્યા હતા. નીતા અંબાણીએ હરખભેર સાથે મામેરા વધાવ્યા હતા તેમજ હર્ષોઉલ્લાસ અને વાજતે ગાજતે મામેરાનું સામૈયું પણ કર્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઇ રહી છે.
લગ્ન મામેરા વિના અધૂરા છે, રીતિ રિવાજ પ્રમાણે દીકરા કે દીકરીના લગ્નમાં મોસાળ પક્ષમાંથી મામેરું લઇને આવે છે. આ મામેરામાં યથાશક્તિ પ્રમાણે સોના-ચાંદી, કપડાં અને ઘરવખરીની વસ્તુઓ ભાઈ પોતાની બહેન અને ભાણિયા અને ભાણેજ તથા બહેના સાસરા પક્ષ લોકોને ભેટ સ્વરૂપે આપે છે. નીતા અંબાણીને કોઈ ભાઈ નથી પરંતુ તેમનું મામેરું તેમની માતા અને બહેને ભર્યું. ખરેખર આ એક હ્નદયસ્પર્શી ઘટના છે. નીતા અંબાણીનું મામેરું જોઈને તો આંખો અંજાઈ જાય એવું મામેરું તેમની માતા અને બહેન લાવ્યા હશે.
હાલમાં સોશિયલ મીડિયા પર આ મામેરાની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે અંબાણી પરિવારના તમામ સભ્યો ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને અંબાણી પરિવારના બાળકો પણ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. ખાસ કરીને ઈશા અને શ્લોકાના બંને બાળકો લાઇમ લાઈટમાં પહેલીવાર આવ્યા છે. અંબાણી પરિવારના આંગણે આ તો લગ્નની શરૂઆત છે, આગામી દિવસોમાં અનેક તસવીરો સામે આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.