નાટક કંપનીમાં કામ કરનાર રણજીત રાજનું જીવન હતું આવું! આ કારણે ફિલ્મ મળી…
ગુજરાતી સિનેમામાં અનેક અભિનેતાઓ એ રાજ કર્યું છે, ત્યારે આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેમણે 90 દશકમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી. તેમની અભિનયની યાત્રા એટલી સંઘર્ષમય હતી કે, દરેક કલાકારો માટે આ કલાકાર ખૂબ જ ઉમદા અને પ્રેરણાદાયી છે. હવે અમે આપને જણાવીએ છીએ રણજીત રાજનાં જીવનની જાણી અને અજાણી વાતો વિષે કહીશું.
રણજીત રાજનો જન્મ 24 ઓક્ટોબર 1950માં થયેલો અને તેમના પિતાજી માસ્ટર ગોર્વધન ભાટી પણ દેશી રંગભૂમિનાં કલાકાર હતા અને આ જ કારણે રણજીત રાજને અભિનયની કળા જન્મજાત વારસામાં જ મળેલ હતી અને તેઓ આમ તો મૂળ રાજસ્થાનનાં મટોડા ગામના હતા પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન રહેલું. રણજીત રાજે મુંબઈમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ અને ત્યારબાદ તેને અભિનય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલ.
પહેલા રણજીત એ નાટક કંપનીમાં કામ કરી ને જ ફિલ્મમાં એન્ટ્રી મળી અને પહેલી ફિલ્મ વીર માગડાં વાળો હતી અને ત્યારબાદ આ ફિલ્મ દ્વારા તેમને ગુજરાતી ફિલ્મમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને બસ પહેલી ફિલ્મ દ્વારા જ તેમને ગુજરાતી ફિલ્મમાં પોતાનું પ્રભુત્વ જમાડયું.નિર્માતા પ્રફુલા મનોકાંત દરેક ફિલ્મ ઓછા બજેટમાં બનાવવા માંગતા હતા અને તેમને આ કારણે ઉચ્ચ અભિનેતાઓને કારણે તેઓ ને આ પહેલી ફિલ્મમાં કામ કરેલ.
પોતાના અભિમયની સફરમાં તેમને રામાયણ સીરિયલમાં રામનું પાત્ર ભજવવા ઓફર મળેલ પરન્તુ આ દરમિયાન તેમની કેટલી ફિલ્મોનું કામ પેન્ડિંગ પડ્યું હોવાને કારણે તેમને આ સિરિયલમાં કામ કરવાનું ન પાડ્યું કારણ કે તેમના લીધે ફિલ્મનું શૂટિંગ અટકી શકે તેમજ હતું. રણજીત પોતાની અભિનયની સફરમાં ખૂબ જ સંઘર્ષ કરીને સફળતા મેળવી અને તેમને જે ફિલ્મો કરી એ આજના સમયમાં એટલી જ લોકપ્રિય બનેલી છે. આજના સમયમાં તેમની ફિલ્મો દર્શકોને યાદ જ છે. તેમની ફિલ્મોની યાદી પર એક નજર કરીએ.
રણજીત રાજની ફિલ્મોમાં મહિસાગર નાં આરે, સોનલની ચૂંદડી, મહેંદી લીલી ને રંગ રાતો, રાધા ઘેલો કાન, રસિયો સાજન જેવી ફિલ્મો તેમની સૌથી યાદગાર ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તેમને ખૂબ જ નામના મેળવી હતી અને તેમને પોતાની અભિનયની સફર દરમિયાન સ્નેહલતા તેમજ અરુણા ઇરાની રિટા ભાદુરી જેવી લોકપ્રિય અભિનેત્રીઓ સાથે કામ કરેલ અને ખરેખર તેમની અભિનયની સફર ખૂબ જ સફળદાયી નીવડી અને આ જ કારણે આજે પણ લોકોના હૈયામાં રણજીત રાજ જીવંત છે.