કચ્છના રાપરમાં કે.પી સ્વામીએ બોલાવી “પાકિસ્તાનની જય”, વિડીયો વાયરલ થતા લોકો ગુસ્સે ! વિડીયોની પુરી હકીકત શું છે જાણો…
મિત્રો હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ અનેક લોકો ચોંક્યા જ હતા, જેમાં જોઈ શકાય છે કે કેપી સ્વામીએ “પાકિસ્તાન જય” બોલાવતા નજરે પડ્યા હતા, અનેક એવા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ છે જેના દ્વારા આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ વિડીયો પૂરો નથી કારણ કે વિડિયોની હકીકત સાવ અલગ જ છે જે આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવાના છીએ.
કચ્છના રાપરનો આ વિડીયો હોવાનું હાલ મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના કે.પી સ્વામીએ “પાકિસ્તાનની જય” બોલાવી હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જેના લીધે અનેક સોશિયલ મીડિયા યુઝરો ગુસ્સે થયા છે કારણ કે તેઓએ ફક્ત આટલો જ વિડીયો જોયો છે પણ મિત્રો આ વીડિયોની હકીકત અલગ છે તો ચાલો તમને જણાવીએ.
હાલ આખો વિડીયો સામે આવતા સ્પષ્ટ થયું છે કે કે.પી સ્વામી ઉપસ્થિત લોકોની પરીક્ષા લેવા માટે આવું કર્યું હતું, આવું વીડિયોમાં પણ જોઈ શકાય છે કે તેઓએ કૃષ્ણ ભગવાન, રામ ભગવાનની જય બોલાવ્યા બાદ “પાકિસ્તાન જય” બોલ્યા હતા અને લોકોની પરીક્ષા લીધી હતી કે લોકો જય બોલે છે કે નહીં, તો ઘણા એવા લોકો હતા જે જય બોલ્યા હતા જયારે અનેક લોકો એવા પણ હતા જે જય નહોતા બોલ્યા.
આ બાદ કે.પી સ્વામીએ સૌકોઈને પાઠ શીખવતા કહ્યું હતું કે “જે ભારતનું અનાજ ખાવ છો જે ભારતમાં રહો છો, પાકિસ્તાનની જય બોલાવતા શરમ ન આવી, શું એ તમારા બાપના દીકરા છે??” આવું કહીંને જય બોલનારાને ઠપકો આપ્યો હતો. આ વિડીયો વિષે તમારું શું કેહવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો.
View this post on Instagram
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.