આ ગામથી છે ક્રિકેટ રવિન્દ્ર જાડેજા ! એક સમયે પિતા સિક્યોરિટી ગાર્ડ ની નોકરી કરતા હતા આજે જાડેજા છે આટલી સંપત્તિ ના માલિક , જાણો વિગતે
આજે આપણે વાત કરીશું ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ક્રિકેની સફર વિશે. ખરેખર ઘણા લોકો તેમના જીવનની ઘણી વાતો થી અજાણ હશે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે તેમને પોતાના જીવનમાં સફળતા મેળવી તેના વિશે જાણીએ. રવિન્દ્ર જાડેજા અનિરુધ્ધસિંહ જાડેજાનો જાડેજાનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. સૌ પ્રથમ એવા ખેલાડી છે જેમણે સૌરાષ્ટ્ર તરફથી પ્રથમવાર ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્યું.
રવીન્દ્ર જાડેજા ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે જે ૨૦૦૮ માં મલેસિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે. 2008-09 મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા.
૨૦૦૯ માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકા પાત્ર બન્યા હતા.૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજા ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનાયા.તેઓ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી અન્ડર ૧૯ વિશ્વકપમા 2006- 2008માં રમ્યા હતા. તેઓની બોલીંગ અને ફિલ્ડીંગની મદદથી ભારત અન્ડર ૧૯ વિશ્વકપ ૨૦૦૮ ની ફાઇનલ મેચ જીતી શક્યુ તેમજ હાલમાં તેઓ ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન છે. હવે તેમના અંગત જીવન પર એક નજર કરીએ.
સર રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે દીકરાને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પણ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ અને ટેલેન્ટ વધુ હતું અને મા લતાની પણ ઇચ્છા હતી કે તેમનો દીકરો ક્રિકેટર બને અને આખરે રવીન્દ્ર જાડેજા ક્રિકેટર બની પણ ગયા અને આજે અઢળક સંપત્તિના માલિક છે. રવિન્દ્ર જાડેજાની કુલ સંપત્તિ આશરે 100 કરોડ છે. જાડેજાની આવક અને નેટવર્થનો મુખ્ય સ્ત્રોત ક્રિકેટ છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલમાંથી સૌથી વધુ કમાણી કરે છે.
આ વખતે આઈપીએલમાં પણ ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. તે ચેન્નાઈ માટે સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો હતો. રવીન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરમાં એક લક્ઝરી ડિઝાઇનર હાઉસના માલિક છે.બંગલા સિવાય તેની પાસે એક ફાર્મ હાઉસ પણ છે. તે શ્રી જદ્દુના ફાર્મ હાઉસ તરીકે ઓળખાય છે. તેમની પાસે બ્લેક હ્યુન્ડાઈ એક્સેન્ટ અને સફેદ ઓડી Q7, BMW X1 અને Hayabusa બાઇક છે. હાલમાં ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.