રવીન્દ્ર જાડેજાએ રાજકોટમાં કર્યું દમદાર કમબેક!! ટેસ્ટમાં “મેન ઓફ ધ મેચ ” એવોર્ડ મળ્યો તો રિવાબા જાડેજાને સમર્પિત કર્યો અને કહી આ સુંદર વાત…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજા અને રિવાબા ખુબ જ ચર્ચામાં આવ્યા હતા કારણ કે, રવિન્દ્ર જાડેજાના પિતાએ પોતાના દીકરા સાથે સારા સંબંધ નથી તેવું જણાવેલ હતું તેમજ પોતના પુત્રવધુ પર આક્ષેપો કર્યા હતા આ કારણે રવિન્દ્ર જાડેજાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો હતો. હાલમાં ફરી એકવાર રવિન્દ્ર જાડેજા ચર્ચામાં આવ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે વર્ષો પછી રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટેમાં કમબેક કર્યું અને કમબેક કરતાની સાથે જ સિદ્ધિ હાંસિલ કરી, ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ.
રાજકોટ ખાતે યોજાયેલ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડ યોગદાન બદલ રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે સદી ફટકારી અને 7 વિકેટ લઈને ભારતને રાજકોટમાં 434 રનથી જીત અપાવી. સૌથી ખાસ અને ચોંકવનારી છે કે, રવિન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના પત્ની રીવાબાને સમર્પિત કર્યો હતો.
આ એવોર્ડ મળતાની સાથે જ રવિન્દ્ર જાડેજાએ જણાવેલું કે “હું આ POTM એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. તેણી મારી પાછળ ખરેખર સખત મહેનત કરી રહી છે અને મને આખા સમય દરમિયાન સાથ આપ્યો. સૌથી ખાસ વાત એ કે રાજકોટ શહેર રિવાબા જાડેજાનું પિયર છે, જ્યારે રવિન્દ્ર જાડેજાનું સાસરિયું છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘર આંગણે જ આ ખિતાબ મળતા ખુશી વ્યક્ત કરી હતી..
સૌથી ખાસ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ્સ ઝડપ્યા બાદ પીચ અને બોલને ચૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ખરેખર આ ક્ષણ ખુબ જ યાદગાર હતી, રવિન્દ્ર જાડેજાએ આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેથી તેમના ચાહકોએ પણ ખુબ જ વખાણ કરી રહ્યા છે તેમજ રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી રહ્યા છે, ખરેખર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના સમ્રાટ છે અને આપણા ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે તેઓ ટિમ ઇન્ડિયાના ખેલાડી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.