Gujarat

રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે માં આશાપુરા ના આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, જુઓ આ ખાસ તસવીરો

ભારતીય ટિમના ક્રિકેટર અને ગુજરાતના પનોતા પુત્ર એવા રવિન્દ્ર જાડેજાનો હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં રવિન્દ્ર જાડેજા બળદગાડું ચલાવતા જોવા મળ્યા હતા અને આ વિડીયોમાં રવિન્દ્ર જાડેજાની સાદગી જોઈને સૌ કોઈએ તેમના વખાણ કર્યા હતા. ખરેખર રવિન્દ્ર જાડેજાનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદગીથી ભરપૂર છે.

રવિન્દ્ર જાડેજાના પત્ની રીબાબા જાડેજા જામગરના ધારાસભ્ય છે અને તેઓ પણ સદાય સેવાકીય અને વિકાસના કર્યોમાં કાર્યરત રહે છે. હાલમાં જ રીબાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજા આશાપુરા ના આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, જુઓ આ ખાસ તસવીરો. આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે જ સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રિવાબા અને રવિન્દ્ર જાડેજા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૧૦૫ કિ.મી. ના અંતરે આવેલ દિવ્ય આશાપુરા મંદિરે ગયા હતા અને આ મંદિર માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે


એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો તેમની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં.

વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો.

આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું જેથી માતાજીના ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું અને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે અને સૌ કોઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!