Gujarat

ગુજરાત નો સોનુ સુદ ખજુરભાઈ એ વિધવા મહિલા નુ ઘર બનાવવા ની જવાબદારી લીધી અને

હાલ ખજુરભાઈ એટલે કે નીતીન જાની આખાય ગુજરાત મા લોકો ની સેવા કરી રહ્યો છે ખાસ કરી ને સૌરાષ્ટ્ર ના વાવાજોડા ના પ્રભાવીત વિસ્તાર મા લોકો ની મદદ કરી રહયા છે અને અનેક લોકો ને પડી ગયેલા ઘર પાછા બનાવી આપ્યા છે ત્યારે બધુ એક વિધવા મહિલા ને ઘર બનાવા ની જવાબદારી લીધી છે.

હાલ ખજુરભાઈ શિલ્પાબેન નામ ની વિધવા મહિલાનુ ઘર બનાવવાની જવાબદારી પોતોના માથે લીધી છે જ્યારે ખજુરભાઈ ને ખબર પડી કે દુંગળવા મા રહેતા રબારી સમાજ ના શિલ્પાબેન નુ ઘર વાવાજોડા મા પડી ગયુ હતુ ત્યાર બાદ ખજુરભાઈ એ તેમની મુલાકાત લીધી હતી અને ઘર પણ જોયું હતુ. શિલ્પા બેન વિધવા હોય અને પોતાને હાલ મજુરી કામ પણ બંધ હતુ તેની મકાન ફરી ઉભુ કરી શક્ષમ ના હતા.

ખજુરભાઈ એ આ મહિલા ના ઘર બનાવવા માટે નો સામાન ઈંટ અને બેલા પણ પહોંચાડી દેશે અને ગામ ના ત્રણ લોકો શિવરાજભાઈ , હુનફભાઈ અને ઉસ્માનભાઈ ની દેખરેખ નીચે આ મકાન બનાવવા મા આવશે. અને આ ઉપરાંત રોડ પર મરેલા કુતરા ને યોગ્ય જગ્યા એ દફનાવી ખજુરભાઈ એ વિડીઓ મા એવો પણ સંદેશો આપ્યો હતો કે રોડ પર ગાડી ધીમે ચલાવો અને ધ્યાન થી ચલાવો અને જાનવરો નુ ખાસ ધ્યાન રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!