Entertainment

હનુમાનજીના ભીંતચિત્રો મામલે બોટાદના ભીમનાથ મંદિરના મહંત થયા લાલઘૂમ કહ્યું કે “જરૂર પડી તો શસ્ત્ર પણ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર સાળંગપુર ધામની ચર્ચાઓ થઈ રહી છે. ભીંતચિત્રોને લઈને સૌ કોઈ વિવાદ કરી રહ્યા છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે એ પ્રમાણેનાં નિવેદનો આવ્યા છે જેથી અનેક સનાતન ધર્મના સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં જ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ પાંડવ કાળના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર આશુતોષ ગિરિ બાપુએ પણ ભારે રોષ વ્યકત કર્યો છે. બાપુએ નિવેદન આપતા કહ્યું છે કે, જે ભીંતચિત્ર બનાવવામાં આવ્યાં છે એ વહેલી તકે હટાવી લેવામાં આવે, આ યોગ્ય નથી. આ મામલે લીબડી ખાતે 100 જેટલા સાધુ-સંતોની એક બેઠક યોજાવાની છે.

ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3000 જેટલા સાધુ-સંતોનું અધિવેશન પણ મળશે તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. જો મંદિર વિભાગ દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે તો 5000 જેટલા સાધુ-સંતો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જઈશું.

ઉપવાસ આંદોલન પણ કરીશું તેમજ આ ભીંતચિત્રો હટાવવામાં નહિ આવે તો સનાતન ધર્મના સંતો જરૂર પડશે તો શાસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરીશું. ખરેખર હવે આ વિવાદ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું છે, ત્યારે આખરે આ સમગ્ર વિવાદનો અંત કઈ રીતે આવે તે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ હાલમાં તો દિવસે ને દિવસે આ મામલે વધુ વિવાદ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વાદ વિવાદના વિડીયો ને ખબરો વાયરલ થઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!