અમદાવાદ થયેલા ભયાનક અકસ્માત મામલે દેવાયત ખવડ એ વિડીઓ વાયરલ કરી કીધુ કે “તમામ અમદાવાદ વાસીઓ ને એક અપીલ છે….જુઓ વિડીઓ
અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ ખાતે જે દુર્દઘના ઘટી તે ખુબ જ દુઃખદાયી અને કરુણ દાયક છે. આ દુઃખદ ઘટનાને કારણે અનેક પરિવારે પોતાના વ્હાલસોયા સભ્યો ગુમાવ્યા છે અને જેનું દુઃખ તો શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું છે. ખરેખર આ અમદાવાદ શહેરમાં ક્યારેય ન ઘટી હોય એવી આ ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અનેક રાજ્યોમાં પણ ચકચાર મચાવી દીધો છે. આ અકસ્માત અંગે લોકપ્રીય દેવયાત ખવડએ પણ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું છે અને આ અકસ્માતમાં મુત્યુ પામનાર લોકોની આત્માને શાંતિ મળે તે માટે થઈને એક સરહાનીય કાર્ય પણ હાથ ધર્યું છે.
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર દેવયાત ખવડ હંમેશા સદ્કાર્ય અને સામાજિક અને રાષ્ટ્રના હિતમાં જે કાર્ય હોય ત્યાં હમેશા આગળ જ હોય છે. હાલમાં અમદાવાદ ખાતે મોડી રાત્રે જે બનાવ બન્યો એ ખુબ જ ભયંકર અને કરુણદાયક છે. હાલમાં જ દેવયાત ખવડ સોશિયલ મીડિયામાં આ અકસ્માત અંગે દુઃખદ લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં કહ્યું કે, અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની છે તેની વાત કરતા પણ દુઃખ થાય છે. જે નવયુવાનો એટલે કે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમને દેવયાત ખવડે શ્રદ્ધાજંલી પાઠવી છે, માં ભગવતી આગળ મુર્તકોની દિવ્ય આત્માની શાંતિ માટે પાર્થના કરી છે અને પરિવારને સાંત્વના પાઠવી છે.
સૌથી ખાસ વાત એ છે કે, દેવયાત ખવડએ આ ભયાનક અકસ્માત થવાના કારણે સૌ અમદાવાદવાસીઓને એક ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ વિડીયોમાં તમેં જોઈ શકશો કે, દેવયાત ખવડે મૃતકોને શ્રદ્ધાજંલી પાઠવ્યા બાદ તેમણે દરેક અમદાવાદવાસીઓને ખાસ અપીલ કરતા કહ્યું કે, આવતી કાલ એટલે કે 21 જુલાઈ 2023ના રોજ તમામ અમદાવાદવાસીઓ એક નમ્ર અપીલ છે, કારણ કે આપણો દેશ ધર્મનો, શ્રદ્ધાનો, સંસ્કૃતિ અને લાગણીશીલ છે.
અમદાવાદવાસીઓને સૌને વિનંતી છે કે કાલે આપણે સૌ વાઈટ કપડાં પહેરીને તમામ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીશું,
ખરેખર આ એક ખુબ જ દુઃખની ઘડી છે, ત્યારે દરેક મૃતકોની આત્માને શાંતિ માટે દેવયાત ખવડ જે અપીલ કરી છે, તે ખુબ જ સરહાની છે અને આ દુઃખની ઘડીમાં આપણે સૌએ સાથે મળીને તમામ મુર્તકોની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે સૌએ સાથે મળીને શ્રદ્ધાજંલી અર્પણ કરવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.