કપલે પોતાના લગ્ન નુ ભવ્ય રીસેપ્શન કેન્સલ કરી ને એવો નિર્ણય લીધો કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે
આજ ના સમય મા લગ્ન એટલે ધામ ધુમ અને લાખો રુપીયાનો ખર્ચ અને આજ કાલતો લગ્ન કંકોત્રી ઓ પાછળ પણ લાખો રુપીયા નો ખર્ચ ચરવામા આવતો હોય છે ત્યારે ઘણા એવા લોકો પણ હોય છે જે ખોટા ખર્ચા કરવાને બદવે સાદાઈ પુર્વક લગ્ન કરતા હોય છે અને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક કપલે અનોખું ઉદાહરણ પુરુછે પાડયું છે.
આપણે જે કપલ ની વાત કરવા જઈ રહ્યા છીએ એ કપલ નુ નામ વિશાલ જૈન અના સેજલ જોષી છે તેમના લગ્ન 15 નવેમ્બર ના રોજ અબુધાબી મા યોજાયા હતા અને લગ્ન બાદ એક ભવ્ય રીસેપ્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અંદાજીત 20 લાખ રુપીયા નો ખર્ચ થવાનો હતો. જો આ કપલ ની વાત કરવામા આવે તો વિશાલ કોલેજ ડ્રોપ આઉટ છે.
વિશાલ અને સેજલ બન્ને બીઝનેસ પાર્ટનર છે જે દુબઈ મા એક કંપની ચલાવી રહ્યા છે અને બન્ને વચ્ચે પ્રેમ થતા હવે લગ્ન કર્યા છે વિશાલ અને સેજલે પોતાના લગ્ન ના રીસેપ્શન મા 20 લાખ ખર્ચ કરવાના હતા એ હવે ડોનેટ કરી દિધા છે અને રીસેપ્શન કેન્સલ કરી દીધુ છે. વિશાલે ગરીબ બાળકો ને ભોજન પુરુ પાડતી અને દવા પૂરી પાડતી સંસ્થા ને 10 લાખ રુપીયા નુ દાન કર્યુ છે.
જયારે સેજલે 5 લાખ રુપિયા ગરીબ બાળકો ના ભણતર માટે ઉપયોગ કરશે અને 5 લાખ રુપીયા અન્ય લોકો મદદ કરશે. વિશાલે આ બાબતે કહ્યુ હતુ કે આ રકમ એ લોકો સુધી પહોંચે જેને બે ટાઈમ ન ગણવાનું પણ નસીબ નથી થાતુ. આ અગાવ પણ વિશાલ અનેક સંસ્થાઓ ને ડોનેશન આપેલુ છે. હાલ લોકો સોસિયલ મીડીયા આ કપલ ના પેટ ભરી ને વખાણ કરી રહયા છે અને ખરખેર આ પગલુ સરાહનીય છે.